ETV Bharat / state

Ahmedabad Crime: સ્ટેટ સાયબર સેલે આત્મહત્યા કરવા અંગે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરનાર અનેક લોકોનો આ રીતે બચાવ્યો જીવ

author img

By

Published : Jun 14, 2023, 11:11 AM IST

ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આત્મહત્યા કરવા બાબતેની પોસ્ટ અને સ્ટોરી મુકનાર નાગરિકોના જીવ સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ CID ક્રાઈમ દ્વારા બચાવવામાં આવ્યા છે. આવી પોસ્ટ મૂકનાર વ્યક્તિઓના ડેટા દ્વારા તે અંગે તાત્કાલિક કાર્યવાહી કરવા માટે સ્ટેટ સાયબર ક્રાઈમ સેલ દ્વારા એન્ટી બુલીંગ યુનિટ તૈયાર કરાયું છે.

સ્ટેટ સાયબર સેલે આત્મહત્યા કરવા અંગે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરનાર અનેક લોકોનો આ રીતે બચાવ્યો જીવ..

અમદાવાદ: સ્ટેટ સાયબર સેલ સીઆઇડી ક્રાઈમ દ્વારા સત્તાવાર બહાર પાડવામાં આવેલા નિવેદન મુજબ અલગ અલગ લોકોને આ પ્રકારે બચાવી લેવામાં આવ્યા છે, જેમાં જંબુસર તાલુકાના ભરૂચ જિલ્લાનો એક યુવકે આત્મહત્યા કરતો હોય તેવી પોસ્ટ ઈન્સ્ટાગ્રામમાં મૂકી હતી. જે બાબતે ઈન્સ્ટાગ્રામ દ્વારા સાયબર ક્રાઇમ સેલના એન્ટી બુલિંગ યુનિટને ઈનપુટ આપવામાં આવતા તપાસ કરતા તે વ્યક્તિ ભરૂચ જિલ્લાનો હોય તાત્કાલિક પોલીસ અધિક્ષકને વિગતો મોકલવામાં આવતા અને પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવતા પોલીસ દ્વારા તાત્કાલિક પોસ્ટ મુકનાર યુવકનો સંપર્ક કરતા તેણે પ્રેમ પ્રકરણમાં ઝેરી દવા પીધી હોવાનું જણાતાં વેડજ પોલીસ દ્વારા તાત્કાલિક સરકારી ગાડીમાં તેને સારવાર માટે મોકલી દેતા તેને સમયસર સારવાર મળતા જીવ બચાવી લેવાયો હતો.

આત્મહત્યા કરતા બચાવ્યો: તેવી જ રીતે સાબરકાંઠા જિલ્લાનો એક યુવક પોતાની ગામની એક છોકરી સાથે એક તરફી પ્રેમમાં હોય, જે છોકરી બીજા કોઈ સાથે બોલતી હોય તેવા ફોટા તે યુવકને મોકલ્યા હતા. જેના કારણે યુવકને મનદુઃખ થતા પોતે આત્મહત્યા કરવા જતો હોય તેવી સ્ટોરી ફેસબુકમાં મૂકી હતી. જે ઇનપુટ ફેસબુક તરફથી સ્ટેટ સાયબર સેલને મળતા તાત્કાલિક સાબરકાંઠા જિલ્લા પોલીસને જાણ કરવામાં આવી હતી અને કંટ્રોલરૂમને જાણ કરતા સાબરકાંઠા જિલ્લા પોલીસે તપાસ કરતા તે યુવક ગીરગઢડા ખાતે એક ડોક્ટરને ત્યાં રસોઈનું કામ કરતો હોવાનું સામે આવતા તાત્કાલિક ગીર સોમનાથ જિલ્લા કંટ્રોલ રૂમમાં વર્ધી લખાવી હતી. જેથી તે વ્યક્તિને શોધી તેનું કાઉન્સેલિંગ કરીને આત્મહત્યા કરતા બચાવ્યો હતો.

માતા-પિતાને સોંપવામાં આવ્યો: એવી જ રીતે ભાવનગર જિલ્લાના એક યુવકને યુવતી સાથે એક તરફી પ્રેમ હોવાથી તેને આત્મહત્યા કરવા જતો હોય તેવી સ્ટોરી ઈન્સ્ટાગ્રામમાં મૂકી હતી. જે ઇનપુટ ફેસબુક તરફથી સ્ટેટ સાયબર સેલ સીઆઇડી ક્રાઈમને મળતા તે વ્યક્તિ ભાવનગર જિલ્લાનો હોવાનું સામે આવતા ભાવનગર જિલ્લા પોલોસને જાણ કરતા ઘોઘા રોડ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ દ્વારા માત્ર અડધા કલાકના ટૂંકા સમયગાળામાં યુવકને શોધી તેનું કાઉન્સેલિંગ કરી તેને માતા-પિતાને સોંપવામાં આવ્યો હતો.

જીવ બચાવ્યો: તાપી જિલ્લાના ડોલવણ તાલુકાનો એક યુવક કે જે ધોરણ 10 ની બોર્ડની પરીક્ષામાં નાપાસ થયો હોય અને છેલ્લા પાંચ છ વર્ષથી ઘરે રહેતો હોય અને કામ ધંધો કરતો ન હોય, જેથી પિતાએ ઠપકો આપતા તેને ખોટું લાગતા તેણે પોતાના ખેતરમાં જઈને ભીંડામાં નાખવાની ઝેરી દવાની બાટલીનો ફોટો પાડી તેના પર 'સોરી ઓલ ફ્રેન્ડ આજે મારો છેલ્લો દિવસ છે' એમ લખીને ઈન્સ્ટાગ્રામમાં સ્ટોરી રાખી હતી જે ઇનપુટના આધારે સ્ટેટ સાયબર સેલે તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના પોલીસને જાણ કરતા પોલીસે તાત્કાલિક યુવકના ઘરે જઈને કાઉન્સિલિંગ કરી તેનો જીવ બચાવ્યો હતો.

  1. Up Crime News: 15 વર્ષના છોકરાએ 8 વર્ષની બાળકી પર હવસ ઉતારી
  2. Surat Police : લિંબાયત પોલીસ મથકમાં પોતાના જ પૂર્વ PSI વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ, ફરિયાદી ચાર બાળકોની માતા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.