અમદાવાદઃ અમદાવાદની એલજી કોલેજ ખાતે ત્રણ દિવસીય સ્ટાર્ટઅપ વીકનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્ટાર્ટઅપ વીકમાં વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ સ્ટાર્ટઅપ રજૂ કરાશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, આજનો યુવાન નોકરી માગનાર નહીં. પરંતુ નોકરી આપનારો બની રહે. તેવી જ યોજના સાથે એલ જે કોલેજ ખાતે સ્ટાર્ટઅપ વીકનું આયોજન કરવામાં આવ્યુ છે. આ સ્ટાર્ટઅપ વીકમાં એલ.જે. કોલેજના વિદ્યાર્થીઓ પોતાના નવા બિઝનેસ પ્રોજેકટ રજૂ કરશે. જેમાં તેમના મેંટર્સ તેમને સલાહ આપશે કે કેવા પ્રોજેક્ટ માર્કેટ એબિલિટી ધરાવે છે. તો સાથે સાથે કેમ્પસમાં કેટલાંક ઉદ્યોગસાહસિકો પણ આવશે.જેઓ પ્રોજેક્ટમાં જરૂરી એવા દિશાસૂચન કરશે.
આ સ્ટાર્ટઅપ વીકમાં કેટલાક એવા સારા પ્રોજેકટ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યાં છે કે, જેઓ માર્કેટ એબિલિટી ધરાવે છે. એટલે હવે આ પ્રોજેક્ટને બિઝનેસમાં ફેરવવા માટે સ્ટાર્ટઅપ યોજના અંતર્ગત સ્ટાર્ટઅપ પ્રોજેક્ટ તરીકે આગળ લઇ જવાશેે.