અમદાવાદ: પદ્મભૂષણ વિભૂષિત, પૂજ્યપાદ આચાર્ય શ્રી રત્નસુંદરસૂરીશ્વરજી મ.સા. સહિત 1 હજારથી વધુ સાધુ-સાધ્વીજી ભગવંતોનો સ્પર્શ નગરીમાં પ્રવેશ થયો, માંગલિક દરમિયાન સ્પર્શ મહોત્સવ સમિતિના સંયોજક કુમારપાલભાઈ શાહ સહિત 250 થી વધુ જૈન સમાજના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા તેમજ 2 લાખથી વધુ લોકોએ પ્રથમ દિવસે મુલાકાત લીધી હતી.

Google Doodle to Khashaba Jadhav: ગૂગલે ખાસ ડૂડલ વડે ઓલિમ્પિયન કુસ્તીબાજને શ્રદ્ધાંજલિ આપી
પદ્મભૂષણ વિભૂષિત પૂજ્યપાદ આચાર્ય શ્રી રત્નસુંદરસૂરીશ્વરજી મરાહાજ સાહેબના 400માં પુસ્તકનો લોકાર્પણ સમારોહ એવા “સ્પર્શ મહોત્સવ”ના પ્રથમ દિવસની ઉજવણી કરવામાં આવી, પ્રથમ દિવસે દેશના ગૃહ તથા સહકાર મંત્રી અમિતભાઈ શાહે વિશેષ હાજરી આપી હતી. તેમના સ્વાગત અર્થે જૈન એલર્ટ બેન્ડના 150 જેટલા સભ્યોએ બેન્ડ-વાજા સાથે તેઓનું ભાવપૂર્ણ અભિવાદન કર્યુ હતું.
Gadkari threatening calls : ગડકરીને જાનથી મારી નાખવાની ધમકી
સવારે 9.00 થી રાત્રે 10.00 વાગ્યા સુધી સ્પર્શ મહોત્સવ લોકો માટે ખુલ્લો રહેશે. માત્ર ભારતમાંથી જ નહીં, પરંતુ લંડન, અમેરીકા, ઓસ્ટ્રેલિયા, કેન્યા, કેનેડા સહિતના દેશમાંથી 15 હજારથી વધુ શિબિરાર્થીઓ પરિવાર સાથે ઉત્સાહભેર સ્પર્શ મહોત્સવમાં ભાગ લીધો,સાથો સાથ 1 હજારથી વધુ સાધુ-સાધ્વીજી ભગવંતોની નિશ્રામાં, ભારતભરના 15થી વધુ રાજ્યના 5 હજાર થી વધુ પરિવારોએ પ્રથમ દિવસે આવીને અવસરનો લાભ લીધો.
સ્પર્શ મહોત્સવના પ્રથમ દિવસે અંદાજે 2 લાખ લોકોએ હાજરી આપી હતી અને તેઓએ રત્ન સફારી, રત્ન યુનિવર્સ, રત્ન વાટિકા, રત્ન ટ્રાન્સફોર્મેશન તથા ગિરનાર તીર્થના દર્શન પણ કર્યા હતા. “સ્પર્શ મહોત્સવ” તેની ભવ્યતા અને વિશાળતા સાથે 26 જાન્યુઆરી, 2023 સુધી ચાલશે.