અમદાવાદ: ગુજરાત એજ્યુકેશન બોર્ડે ધો.10ની પરીક્ષાનું પરિણામ ઓનલાઈન જાહેર કર્યું છે. આવનારા દિવસોમાં શાળાઓને માર્કશીટની કોપી મોકલવામાં આવશે. જાહેર થયેલા પરિણામનું વિશ્લેષણ કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાંથી કુલ 38731 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી 38480 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. બનાસકાંઠા જિલ્લાનું 66.62 ટકા પરિણામ આવ્યું છે. જેમાં A-1 ગ્રેડ મેળવનારા 216, A-2 ગ્રેડ મેળવનારા 1777 વિદ્યાર્થીઓ રહ્યા છે.
ક્યા ગ્રેડમાં કેટલા વિદ્યાર્થીઓ: બનાસકાંઠા જિલ્લામાંથી B1 ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 4353 છે, જ્યારે B2 ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓનીં સંખ્યા 6992 જ્યારે C1 ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 8127, જ્યારે C2 ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 3986 રહી છે. જ્યારે D ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 184 રહી છે. જ્યારે નર્મદા જિલ્લાનું કુલ પરિણામ 55.49 રહ્યું છે. જેમાં A-1 ગ્રેડ મેળવનારા 6 , A-2 ગ્રેડ મેળવનારા 95 વિદ્યાર્થીઓ રહ્યા છે. B1 ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 369 છે, જ્યારે B2 ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓનીં સંખ્યા 904 જ્યારે C1 ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 1448, જ્યારે C2 ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 886 રહી છે. જ્યારે D ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 65 રહી છે.
સૌથી ઓછું પરિણામ: નર્મદા જિલ્લામાંથી સૌથી ઓછું પરિણામ સામે આવ્યું છે. ધોરણ 10માં 9.50 લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા માટેના ફોર્મ ભર્યા હતા. છેલ્લા ત્રણ વર્ષની ગણતરી કરવામાં આવે તો 7 ટકા પરિણામમાં ઘટાડો નોંધાયો છે. રાજ્યની શાળાઓનું પરિણામની વાત કરવામાં આવે તો 0% પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યામાં વધારો થયો છે. ગત વર્ષે 121 જેટલી શાળામાં 0 ટકા પરિણામ આવ્યું હતું ત્યારે આ વર્ષે 157 જેટલી શાળાઓમાં 0 ટકા પરિણામ આવ્યું છે. જોકે આ વખતે દરેક જિલ્લાઓમાંથી વિદ્યાર્થિનીઓએ બાજી મારી છે.