ETV Bharat / state

SSC Exam Result 2023 : અમદાવાદમાં મજૂરી કામ કરી દીકરીને ભણાવી, હવે દીકરીની સપનું સિવિલ સર્વિસ પાસ કરવાનું - dhav labor working daughter ssc result

અમદાવાદ ઓઢવમાં મજૂરીકામ કરતા પરિવારની દીકરી 88 ટકા લાવીને પોતાના પરિવારનું નામ રોશન કર્યું છે. માતા પિતા મજૂરી કામ કરતા હતા. આ દીકરીને તેની બહેન ભણાવી છે. મોબાઈલ થી દુર રહીને સતત મહેનત બાદ સારા પરિણામ આવતા હવે આ દીકરી પોતાના સ્વપ્ન તરફ પગલાં માંડશે.

SSC Exam Result 2023 : માતા પિતા મજૂરી કામ કરતા, બહેને મદદ કરીને આટલું સારું પરિણામ આવ્યું

author img

By

Published : May 25, 2023, 4:53 PM IST

મજૂરી કામ કરી દીકરીને ભણાવી. હવે દીકરીની સપનું સિવિલ સર્વિસ પાસ કરવાનું

અમદાવાદ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પહેલીવાર ધોરણ 12ના સામાન્ય પ્રવાહની પહેલા ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. સમગ્ર રાજ્યનું પરિણામ 65.62 ટકા આવ્યું છે. જ્યારે રાજ્યમાંથી 6111 જેટલા વિદ્યાર્થીઓ A1 ગ્રેડ મેળવ્યો છે. બનાસકાંઠાના કુંભારિયા કેન્દ્રનું પરિણામ રાજ્યમાં સૌથી વધુ 95.92 ટકા આવ્યું છે. જ્યારે સૌથી ઓછું નર્મદા જિલ્લાના ઉતાવળી કેન્દ્ર 40.75 ટકા પરિણામ આવ્યું છે. પરંતુ આ બધા વચ્ચે અમદાવાદમાં મજૂરીકામ કરતા પરિવારની દીકરી 88 ટકા લાવીને પોતાના પરિવારનું નામ રોશન કર્યું છે.

હું એક સામાન્ય પરિવારમાંથી આવું છું. મારી માતા સિલાઈ કામ કરે છે અને પિતા કડીયા કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. આ ગુજરાન ચાલવીને મને મારી બહેનને ભણાવી છે. મારી બહેન હાલમાં કોલેજ કરી રહી છે. જ્યારે હું તેમની મદદથી હું 88 ટકા લાવી શકી છું. હું આગળ અભ્યાસ કરી મારા માતા-પિતા સપનું પૂરું કરવામાં માંગુ છું. - સાંકડીયા દીક્ષિતા વિદ્યાર્થીની)

સફળતા પાછળની વાત : વધુમાં જણાવ્યું હતું કે, દરેક વિષયને યોગ્ય ભાર આપી શકાય તે માટે એક ટાઈમ ટેબલ બનાવવામાં આવ્યું હતું. જે ટાઈમ ટેબલ પ્રમાણે શાળાનો સમય, ટ્યુશનનો સમય અને એક્સ્ટ્રા વાંચન માટે સમય આ ત્રણેયને અનુકૂળ રાખીને ટાઈમ ટેબલ પ્રમાણે સતત મહેનત કરી હતી. જેના કારણે આટલું સારું પરિણામ લાવી શકી છું. જેમ જેમ પરીક્ષા નજીક આવતી ગઈ તેમ તેમ જુના પેપરોનું પણ સોલ્યુશન કર્યું હતું. શરૂઆતના પેપરમાં બોર્ડની પરીક્ષાનો એક ડર જોવા મળતો હતો. કારણ કે, પહેલી વખત બોર્ડની પરીક્ષા આપી રહ્યા હતા, પરંતુ શરૂઆતના બે પેપર બાદ ડર ઓછો થયો પરંતુ સતત મહેનત હોવાને કારણે લખી શકી અને સારું પરિણામ આવ્યું છે. દરેક વિષયની યોગ્ય ન્યાય આપી રહી હતી, પરંતુ ગણિત અને વિજ્ઞાનના પેપરમાં વધારે ભાર આપ્યો હતો.

સોશિયલ મીડિયાથી દૂર રહ્યા : સૌથી સારું પરિણામ લાવવા માટે ધોરણ 10માં જ આવતા જ સોશિયલ મીડિયાથી દૂર રહી હતી. સતત એક વર્ષ સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યો ન હતો. માત્ર ફોનમાંથી કોઈપણ વિષયના પ્રશ્નોની મૂંઝવણ હોય અને તેનુ નિરાકરણ લાવવા માટે જ મોબાઈલનો ઉપયોગ કરતા હતા. બાકીના સમયમાં અમે અભ્યાસમાં આપતા હતા. એટલે જો કોઈ વિદ્યાર્થીને સારું પરિણામ લાવવું હોય તો સોશિયલ મીડિયાથી દૂર રહેવું ખૂબ જ જરૂરી છે. ધોરણ 10માં સારું પરિણામ આવ્યા બાદ સાયન્સમાં બી ગ્રુપ મેળવીને આગામી ડિગ્રી પ્રાપ્ત કરવી તે તેનું સપનું છે. આ ઉપરાંત સિવિલ સર્વિસ જે કેન્દ્ર સરકાર દ્વારા પરીક્ષા લેવામાં આવી રહી છે. તે પરીક્ષા પાસ કરીને દેશની સેવા અને માતા પિતાનું નામ રોશન કરવાનું એક તેનું સપનું છે.

SSC Board Exam Result 2023: વડોદરા જિલ્લામાં 62.24 ટકા પરિણામ, ગત વર્ષ કરતા વધ્યું

SSC Exam Result 2023: ધો.10ની પરીક્ષાનું પરિણામ જાહેર, સૌથી ઓછું પરિણામ દાહોદ જિલ્લાનું

SSC Exam Result 2023: ધોરણ 10ના પરિણામમાં રત્નકલાકારોના સંતાનોએ 90 ટકાથી વધારે માર્ક મેળવ્યા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.