ભગવાન પણ કઇ રીતે પરીક્ષા લે છે તે કોઇને ખબર નથી હોતી, શહેરના રીક્ષા ચાલકનો પુત્ર ઘોરણ 10માં 93 % અને 99.97 પર્સેન્ટાઇલ મેળવીને સફળતા પ્રાપ્ત કરી છે. જેને આગળ સાયન્સમાં અભ્યાસ કરીને એન્જીનીયર બનવાનુ સપનુ છે. પરંતુ રીક્ષા ચાલક પિતા પાસે પુત્રને ભણાવવા માટે એક રૂપિયો પણ નથી, જેથી હવે તેના ભવિષ્ય અંગે પિતા ચિંતીત છે. અમદાવાદની 45 ડીગ્રીમાં રીક્ષા ચલાવીને પોતાના પુત્રને કઇ રીતે ભણાવ્યો, હવે આગળ કઇ રીતે ભણાવશે, જે સમગ્ર માહિતી તેને ETV BHARATને આપી હતી.
ધો.10માં સમગ્ર ગુજરાતમાંથી 11.59 લાખ વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી. જેનું પરિણામ બોર્ડની વેબસાઈટ www.gseb.org પરથી જોઇ શકાશે. ગત વર્ષ કરતા આ વર્ષે પરિણામ આઠ દિવસ વહેલું જાહેર કરાયું છે. ત્યારે ETV BHARATએ 90 % ઉપર આવેલા વિધાર્થીઓ સાથે વાત કરતા વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે તેવો હવે 10 પછી સાયન્સ ફેકલ્ટીમાં જવા માગે છે.
પરિણામને લઇને વિદ્યાર્થીઓએ જણાવ્યું હતુ કે પોતે હાર્ડવર્કની જગ્યાએ સ્માર્ટવર્ક કરવાનું વધારે પસંદ કર્યું હતું. સાથે સ્કૂલ અને માતા પિતાએ પણ તેમને અભ્યાસમાં વધારે સપોર્ટ કર્યો હતો. ખાસ કરીને મોટા ભાગના વિદ્યાર્થીઓ એંજિન્યરિંગના અભ્યાસમાં વધારે રુચિ ધરાવતા જોવા મળ્યા હતા.
પરીક્ષામાં કુલ 8,28,944 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જે પૈકી 8,22,823 વિદ્યાર્થી પરીક્ષામાં હાજર રહ્યા હતા. તેમાંથી 5,51,023 વિદ્યાર્થી પાસ થયા છે. રાજ્યનો સુરત જિલ્લો 79.63% પરિણામ સાથે પ્રથમ ક્રમ પર અને છોટાઉદેપુર જિલ્લો 46.38% સાથે છેલ્લા ક્રમ પર આવ્યો છે. 2018માં પણ સુરત જિલ્લો 80.06% સાથે પ્રથમ ક્રમાંકે આવ્યો હતો.