ETV Bharat / state

Sparsh Mohotsav: સ્પર્શ મહોત્સવમાં વિજય રત્નસુંદરસુરીશ્વરજીના 400માં પુસ્તકનું થશે વિમોચન - રત્નસુંદરસુરીશ્વરજીના 400માં પુસ્તકનું થશે વિમોચન

જૈન સમાજ દ્વારા 15 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી GMDC ગ્રાઉન્ડ ખાતે સ્પર્શ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશના ગૃહપ્રધાન અમિતશાહના હસ્તે ઉદ્ઘાટન કરશે. આ મહોત્સવમા લાખોની સંખ્યામાં લોકો આવે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. આ મહોત્સવનો મુખ્ય પ્રવેશદ્વાર 1500 ફૂટ લાંબો અને 70 ફુટ ઉંચો રાજાશાહી પ્રવેશ દ્વાર બનાવવામાં આવ્યો છે.

Sparsh Mohotsav Vijay Ratnasundersurishwarjis 400th book

author img

By

Published : Jan 15, 2023, 2:26 PM IST

રત્નસુંદરસુરીશ્વરજીના 400માં પુસ્તકનું થશે વિમોચન

અમદાવાદ: અમદાવાદના ઓગણેજ ખાતે પ્રમુખસ્વામી મહારાજનો જન્મ શતાબ્દી મહોત્સવ પૂર્ણ થાય ત્યારે તરત જ એજ દિવસે જૈન સમાજ દ્વારા જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે સ્પર્શ મહોત્સવ શરૂ થશે. સાથે જ તેમાં જ મેટ્રિક નાપાસ સાધુએ લખેલી 400મી પુસ્તક સ્પર્શનું લોકાર્પણ સમારંભ પણ કરવામાં આવશે. જીએમડીસી ગ્રાઉન્ડમાં 40 લાખ સ્ક્વેર ફૂટમાં સ્પર્શ નગરી તૈયાર કરવામાં આવી છે.

GMDC ગ્રાઉન્ડ ખાતે સ્પર્શ મહોત્સવનું આયોજન

વિવિધ વિષયો પર 399 પુસ્તકો લખ્યા: કલ્પેશ શાહે જણાવ્યું હતું કે, વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજે માત્ર ધર્મ જ નહીં, પરંતુ સમાજ, કુટુંબ, રાષ્ટ્ર, આર્થિક બાબતો, મનોવિજ્ઞાન, આરોગ્ય સહિતના વિવિધ વિષયો પર 399 પુસ્તકો લખ્યા છે. તેમણે જે વિવિધ વિષયો પર લખ્યું છે. તે વિશ્વના કોઈપણ લેખક દ્વારા લખવામાં આવેલ પુસ્તક કરતાં અજોડ છે.જે આપણા બધા માટે ગર્વની વાત છે. તેમના 400માં પુસ્તકનું વિમોચનએ એક મોટો પ્રસંગ છે. તે અનુસાર જ તેની ઉજવણી કરવામાં આવી રહી છે. સ્પર્શ મહોત્સવ એ 4થી સદીની પૂર્ણાહુતિ, એટલે કે 400માં પુસ્તકનું વિમોચન કરવા માટે યોગ્ય પ્રસંગ આયોજન કરવામાં આવ્યું છે.

મહોત્સવમા લાખોની સંખ્યામાં લોકો આવે તેવી અપેક્ષા

પ્રવેશતા જ રાજાશાહી પ્રવેશદ્વાર: આ સ્પર્શ મહોત્સવ 90 એકર જમીન ફેલાયેલા આ મહોત્સવ ઉજવવામાં આવશે. જીએમડીસી ગ્રાઉન્ડમાં પ્રવેશતા એટલે કે મુખ્ય દ્વાર 1500 ફૂટ લાંબો અને 70 ફૂટ ઊંચો રાજાશાહી પ્રવેશદ્વાર તૈયાર કરવામાં આવ્યો છે. જે બંગાળના કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે.આ ઉપરાંત અરિહંત પ્રભુના અકલ્પનીય ઈશ્વરની આંશિક અનુભૂતિ કરનારો અષ્ટ પ્રતિહાર્ય યુક્ત 100 ફૂટ ઊંચું સમવસરણ મહોત્સવ જે સૌને આકર્ષિત કરે તેવું બનાવવામાં આવ્યું છે. ગુરુદેવના વિચારોનું અનુકૂળ બ્રહ્માંડ જેમાં મોરલ એજ્યુકેશન હેલ્થ સ્પીચ જેવી માહિતી આપે તે માટે રત્ન સફારી પણ તૈયાર કરવામાં આવી છે.

મહોત્સવનો મુખ્ય પ્રવેશદ્વાર 1500 ફૂટ લાંબો અને 70 ફુટ ઉંચો

જીવનમાં ઉપયોગી આવે તેવી વેબ સિરીઝ: આ નગરની અંદર રત્ન પુનિવર્ષ,રત્ન વાટિકા, રત્ન ટ્રાન્સફોર્મેશન, સાધુ સાધવી કુટીર અને ભોજન મંડપ પણ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં રત્ન વાટીકામાં 1500થી વધુ શ્રમણ અને શ્રમણી ભગવંત જ્યારે પૌરાણિક કથાનું પ્રતિક સ્વરૂપે આવી કુટીરમાં બિરજવામાં આવશે. રત્ન ટ્રાન્સફોર્મેશનની અંદર સત્ય ઘટનાઓ આધારિત રચવામાં આવી છે જે જીવનમાં લોકોને ઉપયોગી થઇ શકે છે.

રાજાશાહી પ્રવેશ દ્વાર બનાવવામાં આવ્યો
રાજાશાહી પ્રવેશ દ્વાર બનાવવામાં આવ્યો

રાજનગરમાં ગિરનાર તૈયાર કરવામાં આવ્યો: જીએમડીસી ગ્રાઉન્ડમાં 300 સ્ક્વેર ફૂટ ની અંદર 100 ફૂટ ઊંચો ગીરનાર તીર્થના સાક્ષાત પ્રતિકૃતિના દર્શન કરાવે તેવું તૈયાર કરવામાં આવ્યું છે. જે ગિરનાર મંડળની શ્રી નેમિનાથ દાદાની સ્મૃતિ ધરાવતા 69 ઈંચના આબેહૂબ જીનના દર્શન પણ જોવા મળી આવશે. જૈન સાધુ દ્વારા લખવામાં આવેલ 400માં પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવશે. જે વિવિધ અલગ અલગ ભાષાઓમાં પણ પ્રકાશન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો ઓહો! વરસાદ કે દુષ્કાળ નક્કી કરતો દિવસ એટલે પણ ઉત્તરાયણ

7000 કારીગરો કામગીરી લાગ્યા: આસપાસની તૈયારી છ મહિના પહેલાથી જ શરૂ કરી દેવામાં આવી છે. જેમાં ડોક્ટર, એમબીએ, બિઝનેસમેન વગેરે હજારો ગુરુ ભકતો તથા કાર્યકર્તાઓ મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, છત્તીસગઢ અને ગુજરાત એમ કુલ મળીને 7,000 થી પણ વધુ કારીગરો આ સ્પર્શ મહોત્સવની નગરીનું નિર્માણ કાર્યમાં જોડાયેલા છે. આ નગરની અંદર એકસાથે 35,000 થી પણ વધુ વ્યક્તિ બેસી સત્સંગ કરી શકે અને તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. 25,000 તે પણ વધુ વાહનો પાર્ક થઈ શકે તેવા તેવી પાર્કિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

આ પણ વાંચો Pride of gujarat: સામાન્ય પરિવારથી આવતી સુરતની ધ્રુવી જસાણીની નાસા યુનિવર્સિટીમાં પસંદગી

21 તારીખે સ્પર્શ પુસ્તકની શોભાયાત્રા: 22 જાન્યુઆરીના રોજ રત્નસુંદરસુરીશ્વરજીના 400માં પુસ્તકનું વિમોચન કરવામાં આવશે જે 15 અલગ અલગ 15 પુસ્તકપ્રકાશિત કરવામાં આવશે. તે પહેલાં 21 તારીખ પુસ્તકની નારણપુરા થી GMDC ગ્રાઉન્ડ સુઘી સ્પર્શ પુસ્તકનું ભવ્ય શોભયાત્રાનું આયોજન કરવામાં આવશે.જેમાં 5000 બહેનો દ્વારા પ્રવચન તેમજ વ્યસનમુક્તિ માટે લોકોને સંબોધન કરશે. આ મહોત્સવમાં 10 વધારે દેશના રાષ્ટ્રપતિ કે વડાપ્રધાન આ પુસ્તક વિમોચન કરાવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.