ETV Bharat / state

જૈન સમાજનો મહાવિરાટ સ્પર્શ મહોત્સવ, આ તારીખથી શરુ થશે - સ્પર્શ મહોત્સવ

અમદાવાદમાં પ્રમુખસ્વામી મહારાજનો જન્મ શતાબ્દી મહોત્સવ પૂર્ણ થાય એ જ દિવસે જૈન સમાજનો ( Ahmedabad Jain Community ) સ્પર્શ મહોત્સવ (Sparsh Mahotsav Ahmedabad )શરૂ થશે. તેમાં મેટ્રિક નાપાસ સાધુએ લખેલા 400માં પુસ્તક સ્પર્શનું લોકાર્પણ પણ યોજાશે. જીએમડીસી ગ્રાઉન્ડમાં 40 લાખ સ્ક્વેર ફૂટમાં સ્પર્શનગર (Sparshannagar in 40 lakh square feet )તૈયાર કરવામાં આવ્યું છે.

જૈન સમાજનો મહાવિરાટ સ્પર્શ મહોત્સવ, આ તારીખથી શરુ થશે

author img

By

Published : Jan 10, 2023, 9:34 PM IST

સ્પર્શનગરની તૈયારીઓ નિહાળો

અમદાવાદ જૈન સમાજ દ્વારા 15 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી (Sparsh Mahotsav Dates) GMDC ગ્રાઉન્ડ ખાતે સ્પર્શ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સ્પર્શ મહોત્સવમાં જવા માટે 1500 ફૂટ લાંબો અને 70 ફુટ ઉંચો રાજાશાહી પ્રવેશ દ્વાર બનાવવામાં આવ્યો છે. જ્યારે 100ફુટ ગિરનાર તીર્થ તૈયાર કરવામાં આવશે. જેમાં 69 ઈચની ભગવાન નેમિનાથ દાદાની મૂર્તિ (Idol of Neminath ) સ્થાપિત કરવામાં આવશે.

40 લાખ સ્ક્વેર ફૂટમાં સ્પર્શનગર અમદાવાદના ઓગણજ ખાતે પ્રમુખસ્વામી મહારાજનો જન્મ શતાબ્દી મહોત્સવ પૂર્ણ થાય ત્યારે તરત જ એ જ દિવસે જૈન સમાજ દ્વારા જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે સ્પર્શ મહોત્સવ શરૂ થશે. સાથે જ તેમાં જ મેટ્રિક નાપાસ સાધુએ લખેલી 400મા પુસ્તક સ્પર્શનો લોકાર્પણ સમારંભ પણ કરવામાં આવશે. જીએમડીસી ગ્રાઉન્ડમાં 40 લાખ સ્ક્વેર ફૂટમાં સ્પર્શનગર (Sparshannagar in 40 lakh square feet )તૈયાર કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો જૈન સમાજના વિરોધ અંગે જૈનાચાર્ય રત્નસુંદર સૂરીશ્વરજી મહારાજ સાથે ખાસ વાતચીત

પ્રવેશ માટે રાજાશાહી પ્રવેશદ્વાર જીએમડીસી ગ્રાઉન્ડમાં પ્રવેશતા એટલે કે મુખ્ય દ્વાર 1500 ફૂટ લાંબો અને 70 ફૂટ ઊંચો રાજાશાહી પ્રવેશદ્વાર તૈયાર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત અરિહંત પ્રભુના અકલ્પનીય ઈશ્વરની આંશિક અનુભૂતિ કરનારો અષ્ટ પ્રતિહાર્યયુક્ત 100 ફૂટ ઊંચું સમવસરણ મહોત્સવ જે સૌને આકર્ષિત કરે તેવું બનાવવામાં આવ્યું છે. ગુરુદેવના વિચારોનું અનુકૂળ બ્રહ્માંડ જેમાં મોરલ એજ્યુકેશન હેલ્થ સ્પીચ જેવી માહિતી આપે તે માટે રત્ન સફારી પણ તૈયાર કરવામાં આવી છે.

જીવનમાં ઉપયોગમાં આવે તેવી વેબ સિરીઝ આ સ્પર્શનગરની અંદર રત્ન પુનિવર્ષ, રત્ન વાટિકા, રત્ન ટ્રાન્સફોર્મેશન, સાધુ સાધવી કુટીર અને ભોજન મંડપ પણ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં રત્ન વાટિકામાં 1500થી વધુ શ્રમણ અને શ્રમણી ભગવંત જ્યારે પૌરાણિક કથાનું પ્રતીક સ્વરૂપે આવી કુટીરમાં બિરજવામાં આવશે. રત્ન ટ્રાન્સફોર્મેશનની અંદર સત્ય ઘટનાઓ આધારિત રચવામાં આવી છે જે જીવનમાં લોકોને ઉપયોગી થઇ શકે છે.

આ પણ વાંચો શિરડીમાં સાંઈ સમાધિને હવે હાથ સ્પર્શ કરીને દર્શન કરી શકાશે

રાજનગરમાં ગિરનાર તૈયાર કરવામાં આવ્યો જીએમડીસી ગ્રાઉન્ડમાં 300 સ્ક્વેર ફૂટની અંદર 100 ફૂટ ઊંચો ગીરનાર તીર્થના સાક્ષાત પ્રતિકૃતિના દર્શન કરાવે તેવું તૈયાર કરવામાં આવ્યું છે. જે ગિરનાર મંડળની શ્રી નેમિનાથ દાદાની સ્મૃતિ ધરાવતા 69 ઈંચના આબેહૂબ જીનના દર્શન પણ જોવા મળી આવશે. મેટ્રિક નાપાસ જૈન સાધુ દ્વારા લખવામાં આવેલ 400માં પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવશે. જેનું વિવિધ અલગ અલગ ભાષાઓમાં પણ પ્રકાશન કરવામાં આવ્યું છે.

7000 કારીગરો કામગીરીમાં લાગ્યા સ્પર્શ મહોત્સવ આસપાસની તૈયારી છ મહિના પહેલાંથી જ શરૂ કરી દેવામાં આવી છે. જેમાં ડોક્ટર, એમબીએ, બિઝનેસમેન વગેરે હજારો ગુરુ ભકતો તથા કાર્યકર્તાઓ મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, છત્તીસગઢ અને ગુજરાત એમ કુલ મળીને 7,000થી વધુ કારીગરો આ સ્પર્શ મહોત્સવ નગરીના નિર્માણકાર્યમાં જોડાયેલા છે. આ નગરની અંદર એકસાથે 35,000થી પણ વધુ વ્યક્તિ બેસી સત્સંગ કરી શકે અને તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. 25,000 થી વધુ વાહનો પાર્ક થઈ શકે તેવી પાર્કિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.