અમદાવાદ સાયબર ફ્રોડ આચરતી ટોળકી મામલે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઇ હતી. જેમાં અજાણ્યા વ્યક્તિઓ દ્વારા સોમનાથ મંદિર ટ્રસ્ટના મુખ્ય ત્રણ યાત્રિક અતિથિગૃહ જેમાં લીલાવતી અતિથિગ્રુહ, શ્રી મહેશ્વરી અતિથિગૃહ અને શ્રી સાગર દર્શન અતિથિગૃહના નામની ફેક વેબસાઈટો (Somnath Mandir Trust Fake Website )બનાવી તેમાં કોઈ વ્યક્તિ રૂમ બુકિંગ માટે ઓનલાઈન સર્ચ કરી રૂમ બુક કરાવે તો તેમાંથી વાત કરતા હોવાનું કહીને ખોટી ઓળખ આપી જુદા જુદા બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવવામાં આવતા હતાં. આમ યાત્રિકોને લાખોનો ચૂનો ચોપડ્યો ( Cheating with travelers ) હતો. છેલ્લા બે મહિનામાં 203 જેટલા યાત્રિકો પાસેથી 24 લાખ 96, હજારથી વધુ રકમ આરોપીઓએ મેળવી લઈ યાત્રિકો તેમજ સોમનાથ મંદિર ટ્રસ્ટ સાથે છેતરપિંડી ( Ahmedabad Crime ) આચરી હતી.
દિલ્હીથી ઠગ પકડાયા આ સમગ્ર મામલે અમદાવાદ સાયબર ક્રાઇમે ટેકનિકલ એનાલિસિસ કરીને દિલ્હી ખાતેથી વિનય પ્રજાપતિ તેમજ અમર પ્રજાપતિ નામના બે ભાઈઓની ધરપકડ ( Ahmedabad Cyber crime Arrested Two Accused ) કરી છે. પકડાયેલા આરોપીમાં વિનય બી.કોમના બીજા સેમેસ્ટરમાં અભ્યાસ કરે છે અને છેલ્લા દોઢ વર્ષથી વેબ ગ્રો માર્કેટિંગ સોલ્યુશન નામથી દિલ્હીમાં ઓફિસ ધરાવી વેબસાઈટ ડેવલોપરનું કામ કરતો હતો.
ઉચ્ચશિક્ષિત છે આરોપીઓ આરોપીએ વેબ ગ્રો માર્કેટિંગ સોલ્યુશન નામની કંપની પોતાના નામે રજીસ્ટર કરાવી પોતાના ભાઈ સાથે મળીને સોમનાથ ટ્રસ્ટના લીલાવતી અતિથિ ગૃહના નામની ફેક વેબસાઈટ બનાવી રૂમ બુકિંગ માટે પૈસા પડાવી અનેક યાત્રિકો સાથે ઠગાઈ (Somnath Mandir Trust Fake Website )આચરી હતી. પકડાયેલો આરોપી અમર પ્રજાપતિ બી.એસ.સીના છેલ્લા વર્ષમાં દિલ્હી ખાતે અભ્યાસ કરી પોતાના ભાઈ ( Ahmedabad Cyber crime Arrested Two Accused )સાથે વેબસાઈટ ડેવલોપર તરીકે કામ કરતો હતો. અમર પ્રજાપતિએ વેબ ગ્રો માર્કેટિંગ સોલ્યુશન કંપની ( Web Grow Marketing Solutions Company ) માં પોતાનો મોબાઈલ નંબર રાખી વિનય પ્રજાપતિ સાથે મળીને સોમનાથ ટ્રસ્ટના લીલાવતી અતિથિ ગૃહના નામની ફેક વેબસાઈટ બનાવી રૂપિયા પડાવ્યા ( Cheating with travelers )હોવાથી બંને આરોપીઓને ઝડપીને સાયબર ક્રાઇમે ( Ahmedabad Crime ) પૂછપરછ હાથ ધરી છે.
વધુ આરોપીઓની સંડોવણીની શંકા મહત્વનું છે કે આ ગુનામાં આરોપીઓની સાથે હજુ પણ અનેક આરોપીઓ શામેલ હોય તેઓને પકડવા માટે પોલીસે અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે છેલ્લા બે અઢી મહિનાથી આરોપીઓએ આ વેબસાઈટ બનાવી (Somnath Mandir Trust Fake Website ) હતી અને યાત્રિકોને લાખોનો ચૂનો ચોપડ્યો હતો. તેવામાં આ આરોપીઓએ અન્ય કોઈ ફેક વેબસાઈટ બનાવી લોકો પાસેથી પૈસા પડાવ્યા ( Cheating with travelers ) છે કે કેમ અને દિલ્હીથી ઠગ પકડાયા તે ગેંગમાં ( Ahmedabad Cyber crime Arrested Two Accused ) કેટલા અન્ય લોકો સામેલ છે તે દિશામાં સાયબર ક્રાઇમે ( Ahmedabad Crime ) તપાસ શરૂ કરી છે.