ETV Bharat / state

સોલા હત્યા કેસમાં ખુલાસો, યુવતીની છેડતીને લઈને યુવકની હત્યાનું કાવતરું - ત્રણ શખ્સોએ કરી હતી હત્યા

અમદાવાદના સોલા હેબતપુર ફાટક (sola murder case explanation) પાસે વહેલી સવારે એક યુવકની મળેલી લાશ મળી આવી હતી. જે મામલે નવો ખુલાસો સામે આવ્યો છે. જેમાં યુવક યુવતીને હેરાન કરતો હોવાની માહિતી (conspiracy to kill young man harassing girl in ahmedabad) સામે આવી છે. એક શખ્સ દ્વારા 3 આરોપીઓને પૈસા આપીને યુવકની હત્યા કરાવી હોવાની બાબત સામે આવી છે.

સોલામાં હત્યા કેસમાં ખુલાસો, યુવતીની છેડતીને લઈને યુવકની હત્યાનું કાવતરું

author img

By

Published : Jan 2, 2023, 9:34 PM IST

યુવતીની છેડતીને લઈને યુવકની હત્યાનું કાવતરું

અમદાવાદ: સોલા હેબતપુર ફાટક નજીક (sola murder case explanation) વહેલી પહેલી જાન્યુઆરીના રોજ સવારે એક યુવકની લાશ મળી આવી હતી. જે મામલે પોલીસે નવો ખુલાસો કર્યો છે. અન્ય કોઈ શખ્સે યુવતીની છેડતીને લઈને યુવકની હત્યા કરવા માટે પૈસા આપ્યા (conspiracy to kill young man harassing girl) હોવાનું સામે આવ્યું છે.

યુવકની હત્યા મુદ્દે ખુલાસો: સોલા હેબતપુર ફાટક નજીક એક યુવકની લાશને લઈને ખુલાસો થયો છે. જેમાં યુવક એક યુવતીને હેરાન કરતો હતો. એક શખ્સ દ્વારા 3 આરોપીઓને પૈસા આપીને હેરાન કરનાર યુવકની હત્યા કરી તેને અકસ્માતમાં ખપાવવા માટેનું કામ સોંપ્યુ હોવાનું જાણવા મળ્યું છે.

ત્રણ શખ્સોએ કરી હતી હત્યા: ઉલ્લેખનીય છે કે સોલામાં ચાણક્યપુરી વિસ્તારમાં રહેતા અને ડ્રાઇવિંગનું કામ કરતા રાજેન્દ્ર નવલની હત્યાને 3 શખ્સોએ અંજામ આપ્યો હતો. મૃતક વતનમાંથી 31મીએ જ અમદાવાદ આવ્યો હતો અને તે જ રાત્રે 3 અજાણ્યા શખ્સોએ તેને ઢોર માર મારીને તેનું અપહરણ કર્યું હતું અને હેબતપુર રેલવે ફાટક પર તેને ફેંકીને હત્યાને અકસ્માતમાં ખપાવવાનો પ્લાન બનાવ્યો હતો. આ મામલે સોલા પોલીસે વિજય ભરવાડ, અણમોલ યાદવ અને પ્રવીણ પુરબીયા નામના ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે.

આ પણ વાંચો: કોલેજ કેમ્પસમાં એક પાગલ પ્રેમીએ યુવતીની છરીના ઘા મારી કરી હત્યા

સીસીટીવી ફૂટેજ આવ્યા સામે: સમગ્ર ઘટનાના સીસીટીવી ફુટેજ સામે આવ્યા છે. જેમાં બાઈક પર એક યુવકને લાવવામાં આવ્યો છે. જ્યાં એક વ્યક્તિ તેને પકડી રાખે છે. જ્યારે અન્ય યુવક તેને લાકડીથી ફટકારી રહ્યો છે. આ ઘટનાક્રમ સીસીટીવીમાં રેકોર્ડ થયો છે. લાકડીથી યુવકને બરહેમીથી ફટકારવામાં આવ્યો હતો.

આરોપીઓની ધરપકડ: આ મામલે DCP ડૉ. લવિના સિન્હાએ જણાવ્યું હતું કે ઘટનાની સીસીટીવીના આધારે પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી છે. યુવાન યુવતીને હેરાન કરતો હતો, તે સામે આવ્યું છે. જો કે કોઈ શખ્સે પૈસા આપ્યા હોવાના કોઈ પુરાવા મળ્યા નથી.

આ પણ વાંચો: હત્યારી માતાની CCTVમાં ખુલી પોલ, 2 માસની દીકરીને ત્રીજા માળેથી ફેકી દીધી

પરિવારજનોનો આક્ષેપ છે કે યુવકને માર મારી અને હત્યા કરી લાશને રેલવે ટ્રેક પાસે ફેંકી દેવામાં આવી હતી. સોલા પોલીસે આ સીસીટીવી ફૂટેજ કબજે કરી અને હાલમાં તપાસ શરૂ કરી દીધી છે. મૃતકના ઘર પાસે જ ત્રણ લોકો તેને ઢોર મારતા હોય તે પ્રકારના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેથી સોલા પોલીસે હત્યાની આશંકાએ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી હતી અને અંતે હત્યારાઓને ઝડપી લીધા છે. આ મામલે પકડાયેલા આરોપીઓને અન્ય કોઈએ યુવતીની બાબતને લઈને 50 હજાર રૂપિયામાં સોપારી આપી હોય તે બાબતને લઈને પોલીસે આરોપીઓની વધુ તપાસ શરૂ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.