અમદાવાદઃ સ્વામિનારાયણ મંદિરના સત્તા અને ગાદીનો વિવાદ છે તેમાં દિવસેને દિવસે વધારો( Sokhda Swaminarayan Temple Controversy )થતો જોવા મળી રહ્યો છે. બાકરોલ અને અમદાવાદમાં રહેતા પ્રબોધ સ્વામી જૂથના સંતોને 18 ઓગસ્ટ સુધી નિવાસની રાહત આપી છે. તે બાબતે જોઈન્ટ ચેરીટી કમિશનરના હુકમને હાઇકોર્ટમાં પડકારાયો છે. આ સમગ્ર મામલે પ્રેમ સ્વરૂપ સ્વામીના વકીલની રજૂઆત (Sokhda Haridham Controversy)હતી કે, જે સાધુ અને સાધ્વી વસવાટ કરી રહ્યા છે તે હોસ્ટેલ સંકુલ છે અને હોસ્ટેલ સંકુલ હગામી ધોરણ માટે આપવામાં આવ્યા હતા તેથી હવે આ હોસ્ટેલ સંકુલ ખાલી કરાવવામાં આવે.
આ પણ વાંચોઃ Sokhda Haridham Controversy : પ્રબોધ સ્વામી જૂથને HCનો ઝટકો, શું થયું જૂઓ
સોસાયટીમાં કેટલાક નિયમોનું પાલન કરવું પડશે - સાથે રજૂઆત કરવામાં આવી છે કે જે તે સમયે હાઈકોર્ટે વચગાળાનો હુકમ આપ્યો હતો અને સમાધાન કરવા માટે કહ્યું હતું ત્યારે વેકેશનનો સમય હતો. હવે અહીં વિદ્યાર્થીઓ વસવાટ કરી રહ્યા છે, નથી સાધુ અને સાધ્વીના નિત્યક્રમથી સંકુલના વિદ્યાર્થીઓના ભણતર ઉપર પણ અસર થઈ રહી હોવાની પણ રજૂઆત કરવામાં આવી છે. પ્રબોધ સ્વામીના જૂથને સોખડા અથવા યોગી ડિવાઇન સોસાયટીમાં જો રહેવું હોય તો કેટલાક નિયમોનું પાલન કરવું પડશે એવી પણ રજૂઆત કરવામાં આવી છે.
નિયમો બનાવવામાં આવ્યા તે તદ્દન અયોગ્ય - આ સમગ્ર મામલે બીજી તરફ પ્રબોધ સ્વામી જૂથના વકીલની રજૂઆત હતી કે, જે પણ નવા નિયમો બનાવવામાં આવ્યા છે તે તાત્કાલિક ધોરણે બનાવવામાં આવ્યા છે અને જે 20 નિયમો બનાવવામાં આવ્યા છે તે તદ્દન અયોગ્ય હોવાની પણ હાઇકોર્ટમાં પ્રબોધ સ્વામી જૂથના તરફથી રજૂઆત કરવામાં આવી હતી. આ મામલે સુનાવણી સાંભળ્યા બાદ હાઇકોર્ટ, ફરી એક વખત બંને પક્ષોને સાથે બેસી ચર્ચા કરવા માટે સલાહ આપી હતી અને સમાધાન માટે તો હજી પણ હાઇકોર્ટનું સૂચન યથાવત જ છે. આ મામલે વધુ સુનાવણી 1 ઓગસ્ટના રોજ હાથ ધરવામાં આવશે.