અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યૂટ ફોર સોશિયલ એન્ડ બિહેવિયર ચેન્જ નામનો કોર્સ (Social and Behavior Change Course) શરૂ કર્યો છે. ગુજરાત યુનિવર્સિટી (New course in Gujarat University) હેઠળ સ્વતંત્ર સંસ્થા તરીકે યુનિસેફની ટેકનિકલ સહાય દ્વારા સામાજિક અને વ્યવહારિક પરિવર્તનને મજબૂત કરવા કાર્યરત રહેશે. ઇન્સ્ટિટ્યૂટ ફોર સોશિયલ એન્ડ ચેન્જ સામાજિક ઉત્થાન માટે બિહેવિયર સાયન્સ એપ્લિકેશનમાં (Behavior Science Application) નવા પરિવર્તન લાવશે.
વ્યવહારિક પરિવર્તનને આગળ વધારવા ISBCની સ્થાપના
ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યા જણાવ્યું કે, સામાજિક પરિવર્તનની પ્રક્રિયાઓને લગતા જ્ઞાનાત્મક સામાજિક અને માળખાકીય નિરાંત સંબોધવા માટે બિહેવિયર સાયન્સ એપ્લિકેશનમાં ISBCની મલ્ટી ડીસીપ્લીનરી સેન્ટર તરીકે પરિકલ્પના કરવામાં આવી છે. એપ્લાઈડ રિસર્ચ માટેની અદ્યતન સંસ્કાર તરીકે તેેમજ અત્યાધુનિક કોમ્યુનિટી એંગેજમેન્ટ, સ્ટ્રેટેજિક કમ્યુનિકેશન અભિગમ સરળ બનાવવા અને સામાજિક વ્યવહારિક પરિવર્તનના પ્રયત્નોને આગળ વધારવા અને વિસ્તૃત કરવા માટે તેમજ ટેક્નોલોજી વિકલ્પ અને એકીકૃત કરવા માટે ISBCની સ્થાપના કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ GTU Exam Postponed: 20 જાન્યુઆરીથી શરૂ થતી GTUની તમામ પરીક્ષા મોકૂફ, જાણો ક્યારે જાહેર કરાશે નવી તારીખ
આ ઉપરાંત સેન્ટર ઓફ એક્સેલન્સ (Center of Excellence) દ્વારા વાઇબ્રન્ટમાં MOU (Memorandum of Understanding) કરવામાં આવ્યા હતા. જ્યારે સરકાર સાથે મળીને આ કોર્ષ ભણાવવામાં આવશે. ત્યારે હવે લોકોના મગજ સુધી જઈને લોકોની ગેરસમજ પણ દૂર કરશે.
પરિવર્તન વર્તણૂકીય સૂઝ વધારવા ઉત્કૃષ્ટ માળખું
સેન્ટર ઓફ એક્સેલન્સના વડા જોશીએ જણાવ્યું કે, આ સંસ્થા સામાજિક પરિબળો અને પ્રયોગોને સરળ બનાવવા સામાજિક પરિવર્તન માટે ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા તેમ જ શૈક્ષણિક કોર્પોરેટ મીડિયા અને નાગરિક સમાજ સંગઠનોમાં વર્તણૂકીય સૂઝ વધારવા ડિઝાઇન થિંકિંગનું ઉત્કૃષ્ટ માળખું પુરું પાડશે.