- સ્કાયસીટી બંગલોમાં લૂંટ કરી તસ્કર ફરાર
- પરિવારને બંધક બનાવી ધમકાવી આપ્યો લૂંટને અંજામ
- તસ્કરોએ 5 તોલા સોનુ અને એક લેપટોપની લૂંટ કરી આરોપી ફરાર
- લૂંટ કરવા આવેલા આરોપીઓ સ્માર્ટ વોચ પહેરીને આવેલા હોવાનું ખુલ્યું
- બોપલ પોલીસે ચાર આરોપીઓ વિરુદ્ધ લૂંટનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી
અમદાવાદ: શહેરમાં અવાર-નવાર ચોરી અને લૂંટફાટની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે ફરી એકવાર લૂંટની ઘટના સામે આવી છે. અમદાવાદના બોપલ સ્થિત સ્કાયસિટી બંગલામા રહેતા પરિવારને બંધક બનાવીને ચોરોએ લૂંટ ચલાવતા શહેરીજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
બોપલમાં ફરી એકવાર લૂંટની ઘટના
જો કે, લૂંટની ઘટના અંગે માહિતી મળતા જ પોલીસ સ્કાયસિટી બંગલોંમાં દોડી આવી હતી અને સમગ્ર માલમે તપાસ કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં તસ્કારોએ બંગલામાંથી 5 તોલા સોનું, તેમજ સોના ચાંદીના ઘરેણાં સહિત રોકડ તેમજ લેપટોલ લઈ ફરાર થઈ ગયા હતો. જેની પરિવારજનો દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે તપાસનો ધમધામટ શરૂ કર્યો છે.
તસ્કારોએ પરિવારને બંધક બનાવીને લૂંટ ચલાવી
પોલીસ આસપાસના વિસ્તારોના સીસીટીવીને આધારે આરોપીઓની તપાસ હાથ ધરી છે. તેમજ પરિવારજનોએ પોલીસને જાણકારી આપતા જણાવ્યું હતું કે, બંગલામાં ઘૂસી આવેલા 4 તસ્કારોએ પરિવારને બંધક બનાવીને લૂંટ ચલાવી હતી અને 5 તોલા સોનું સહિત લેપટોલ અને રોકડ લઈ ફરાર થઈ ગયા હતા, મળતી માહિતી મુજબ શહેરમાં વધતા ક્રાઇમને લઈને પોલીસ તંત્ર દ્વારા કોઈ ચોક્કસ પ્રકારે પગલાં લેવામાં આવશે.