મલેરિયા મુક્તના ઉદ્દેશ સાથે ગુજરાત સરકાર શાળા -કૉલેજો, યુનિવર્સિટી સહિત અનેક સંસ્થાઓમાં તપાસ કરી રહી છે. શહેરના વિવિધ ઝોનમાં આવેલી શૈક્ષણિક સંસ્થાઓમાં તપાસ કરવામાં આવી છે. જેમાં 5,13,500 ચાર્જ વસૂલ કરાયો હતો. કુલ 979 શૈક્ષણિક સંસ્થાઓનું ચેકીંગ કરાયું હતું અને 297ને નોટીસ આપી 6 એકમોને સીલ કરવામાં આવ્યા હતા.
સીલ કરેલ શૈક્ષણિક સંસ્થાઓની વિગત
- મધ્ય ઝોનમાં દરીયાપુર બોર્ડમાં આવેલી આરસી હાઇસ્કુલ ઓફ કોમર્સ,
- મધ્ય ઝોનમાં શાહપુર વોર્ડમાં આવેલું હરિઓમ ટ્યુશન ક્લાસ,
- પૂર્વ ઝોનમાં નિકોલ વિસ્તારમાં આવેલી ધરતી સ્કુલ ,
- દક્ષિણ ઝોનમાં ઇસનપુર વિસ્તારમાં આવેલી મહાવીરસ્કુલ ,
- ઉત્તર ઝોનમાં ઠક્કર નગર વિસ્તારમાં આવેલી શ્રી નારાયણ સ્કુલ
- ઉત્તર ઝોનમાં નરોડા વોર્ડમાં આવેલું વેદ ગ્રુપ ટ્યુશન ક્લાસીસ
આમ, તંત્ર દ્વારા મલેરિયામુક્ત કરવાના મિશન હેઠળ વિવિધ શૈક્ષણિક સંસ્થાઓની તપાસ કરવામાં આવી છે. શહેરના વિવિધ ઝોનમાં આવેલી સંસ્થાઓની તપાસ કરીને વિગતો મેળવવામાં આવે છે. તેના આધારે આરોગ્ય તંત્ર દ્વારા મલેરિયાને નાથવા માટે જરૂરી પગલાં લેવામાં આવે છે.