ઐશ્વર્યા મજુમદારનો ભાવિ પતિ દુબઇ રહે છે અને તે મ્યૂઝિક કમ્પોઝર છે. પોતાના સંબંધ વિશે વાત કરતાં ઐશ્વર્યા જણાવે છે કે, "તેઓ પ્રથમ વખત 'મોગલ આવે' ગીતના રિલીઝ પર મળ્યાં હતા. તે સમયે બંને એકબીજાને જાણતાં પણ નહોતાં. પરંતુ મુલ્ક રાજે ઐશ્વર્યાને પોતાના માતા-પિતા માટે એક ગીત ગાવવાની ઓફર કરી હતી. ત્યારે ઐશ્વર્યાએ હા પાડી અને મેસેજનો સિલસિલો શરૂ થયો અને તેઓ પ્રેમમાં પડ્યાં હતા.
બોલીવુડ સ્ટોરીની જેમ તેમના રિલેશનમાં પણ અનેક ઉતાર-ચડાવ આવ્યાં હતા. બંને સોશ્યલ મીડિયાના માધ્યમથી મળ્યાં હોવાથી ઘરવાળાને શરૂઆતમાં તકલીફ થઇ હતી. પરંતુ બે વર્ષ સંબંઘમાં રહ્યાં બાદ તેમનો પરિવાર આખરે રાજી થયો અને હવે નવેમ્બરમાં તે સગાઈ કરવા જઇ રહ્યાં છે.