અમદાવાદઃ લોકગાયિકા ગ્રિષ્મા પંચાલે ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, 'પોઝિટિવ રહો. માત્ર થોડુક ધ્યાન રાખશો તો તમે 100 ટકા બચી જશો. ઘરમાં રહો, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરો, માસ્ક પહેરો, ગરમ આહાર લેવો, શાકભાજી લાવો તો એક અઠવાડિયાની ભેગી લાવવી, સ્વચ્છતા જાળવીએ, સેનીટાઈઝરનો ઉપયોગ કરજો, હેન્ડ ગ્લોવઝ પહેરો, શાકભાજી ગરમ પાણીથી ધોવા જોઈએ, ગરમ પાણીનો આર્યુવૈદિક ઉકાળો પીવો જોઈએ. ચ્વનપ્રાસ લો, આમ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની ગાઈડલાઈન્સ અનુસાર રોગપ્રતિકાર શક્તિ વધે તે પ્રમાણેની બતાવેલી રીત અને તેવો ગરમ ખોરાક લેવો જોઈએ.'
લોકગાયિકા ગ્રિષ્મા પંચાલનો સંદેશઃ થોડુક ધ્યાન રાખશો તો કોરોનાથી 100 ટકા બચી જવાશે
ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ કેસ સતત વધી રહ્યા છે. હાલ લૉકડાઉન પાર્ટ-2 ચાલી રહ્યું છે. લૉકડાઉન 3 મેના રોજ પૂર્ણ થશે. લોકો ઘરમાં કંટાળી ગયા છે. કોરોના જેવી વૈશ્વિક મહામારી ઘરમાં એમને એમ નથી આવતી. તમે બહાર નીકળશો તો તમારી સાથે ઘરમાં પ્રવેશ કરશે. એટલે કે તમે બહાર કોરોનાને લેવા જઈ રહ્યા છો. માટે ઘરમાં રહો… સુરક્ષિત રહો… નો સંદેશ આપે છે ગુજરાતના લોકગાયિકા ગ્રિષ્માં પંચાલ