મુંબઈ : ગત અઠવાડિયાના છેલ્લા દિવસે શેરબજારમાં BSE Sensex અને NSE Nifty માં કડાકો બોલ્યો હતો. BSE Sensex અને NSE નિફ્ટીએ રોકાણકારો ધોઈ નાખ્યા હતા. રોકાણકારોને લગભગ 1.5 લાખ કરોડ રૂપિયાનું મોટું નુકસાન થયું હોવાનો અંદાજ છે. ત્યારે આજે સપ્તાહની શરુઆતમાં જ શેરમાર્કેટમાં કડાકો બોલ્યો હતો. BSE Sensex લગભગ 100 પોઈન્ટના ઘટાડા સાથે 66,629.14 પોઈન્ટ પર ખુલ્યો છે. જ્યારે NSE Nifty Index એ પણ 19,748.45 પોઈન્ટ પર નબળી શરુઆત કરી છે.
નબળા પરિણામની અસર : આજે 24 જુલાઈ સોમવારના રોજ શેરબજારમાં ભારે વેચવાલી નોંધાઈ રહી છે. BSE Sensex લગભગ 100 પોઈન્ટ ઘટીને 66,629.14 પર ખુલ્યો હતો. શરૂઆતના વેપારમાં જ 66,532 સુધીના તળિયા પર સરકી ગયો હતો. ઉલ્લેખનિય છે કે, BSE Sensex ગત અઠવાડીયે 66,684.26 બંધ થયો હતો. BSE Sensex 66,907.07 પર ખુલીને નબળી શરુઆત કરી હતી. બાદમાં ટ્રેડીંગ સેશન દરમિયાન 66,533 ડાઉન જઈને મહત્તમ 67,190 ની ઊંચાઈ પર પહોંચ્યો હતો.
સપાટ શરુઆત : NSE Nifty ઈનડેક્સ આજે સ્થિર શરુઆત કરી છે. ખૂબ ઓછા બદલાવ સાથે NSE નિફ્ટી 19,748.45 પર ખુલ્યો હતો. શરૂઆતના વેપારમાં જ 19,704 સુધીના તળિયા પર સરકી ગયો હતો. ઉલ્લેખનિય છે કે, ગત અઠવાડિયે બજારમાં એક પછી એક નવા રેકોર્ડ બનાવ્યા વેચવાલીએ રોકાણકારોનું ભારે નુકસાન કર્યું હતું. NSE Nifty Index ગત અઠવાડીયે 19,745 પર બંધ થયો હતો. NSE Nifty ઈનડેક્સ 19,800.45 પર ખુલીને નબળી શરુઆત કરી હતી. બાદમાં ટ્રેડિંગ સેશન દરમિયાન 19,700 ડાઉન અને 19,887.40 મહત્તમ ઊંચાઈ પર પહોંચ્યો હતો.
મહત્વપૂર્ણ ટ્રિગર : આજે બજાર માટે શરુઆત નબળી રહી છે. ત્યારે ભારતીય બજારોને વૈશ્વિક બજાર સતત અસર કરી રહ્યું છે. ગત શુક્રવારે ભારતીય બજારના ફિયાસ્કા જેમ US બજાર નિરસ પરિણામ સાથે બંધ થયું હતું. ઉપરાંત GIFT નિફ્ટી તરફથી પણ નબળા સંકેત મળી રહ્યા છે. બીજી તરફ ડોલર ઇન્ડેક્સ 101 પર 2 સપ્તાહના ઉચ્ચ સ્તરે પહોંચ્યો છે. જોકે, સોના-ચાંદીના ભાવમાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે. સોનું રુ.60 અને ચાંદી રુ.300 સસ્તું થયું છે.