શંકરસિંહ વાઘેલાએ વર્તમાન પાણીની સ્થતિને લઈને સરકાર સામે આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે,રાજ્યમાં પાણી માટે મારામારી થાય તેવી સ્થિતિ સર્જાઇ છે. સરકાર પાણીની વ્યવસ્થા કરવામાં નિષ્ફળ ગઇ છે, તો ગુજરાતમાં આજે એવી સ્થિતિ સર્જાઇ છે કે, નવસારીમાં પાણીની રક્ષા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવો પડે છે.
તેમણે વધુમાં જણાવ્ચું હતું કે, તેમણે તારીખ 5 થી 12 મે સુધી જળસંકટવાળા સ્થળોની મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું કે, મુલાકાત દરમિયાન તેમણે જોયું કે રાજ્યના તમામ ડેમ ખાલી પડ્યા છે. ત્યારે પાણીના પ્રશ્ને આવનાર દિવસોમાં રાજ્યપાલને વીડિયોગ્રાફી દ્વારા નમૂના આપી પાણી મામલે રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારી છે.