- અમદાવાદ શહેર પોલીસ પર છે ગર્વ શાબાશ
- શાહપુર પોલીસનો સંવેદનશીલ અભિગમ
- ગરીબોને ભોજન પીરસી માનવનું ઉત્તમ ઉદાહરણ આપ્યું
અમદાવાદઃ જિલ્લામાં પોલીસની છબી કઈક અલગ જ રહેલી છે. માનવતાથી મહેંકી રહેલી અમદાવાદની શાહપુર પોલીસે ગરીબોને ભોજન પીરસી ઉત્તમ અને ઉમદા કાર્ય કર્યુ છે. પોલીસની છબી સામાન્ય રીતે કેવી હોય એ કહેવાની જરૂર ન પડે પરંતુ એ જ પોલીસના હૃદયમાં જ્યારે સંવેદનાના સુર સાથે માનવતા માટે અનેક અનેરા ઉદાહરણ દ્વારા કંઈક અલગ કરી બતાવે છે, ત્યારે આજ પોલીસ માટે ગર્વની અનુભૂતિ પણ થાય જ છે.
જરૂરિયાતમંદોને ફૂડ વિતરણ
અમદાવાદના શાહપુર વિસ્તારમાં શાહપુર પોલીસ દ્વારા કોરોના કાળમાં કરફ્યૂ દરમિયાન ગરીબો ભોજનથી વંચિત ન રહે તેવા હેતુસર ગરીબ લોકોની વહારે આવી તેમની જઠરરાગીનીને તૃપ્ત કરવાનો અભિગમ પોલીસે સાર્થક કરી બતાવ્યો છે. શાહપુર પોલીસકર્મીઓ દ્વારા આવા કોરોના કાળમાં રાત્રી કરફ્યૂ હોવાથી કોઇ ભૂખ્યા ન રહી જાય તે માટે જરૂરિયાતમંદ વૃદ્ધો, નાના બાળકો અને મહિલાઓને ફૂડ વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં જરૂરિયાતમંદ લોકોને ખીચડી અને દૂધનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેને જોતા કોરોનાકાળમાં પોલીસ દ્વારા માનવતાના આ ઉમદા કાર્યને ગરીબ લોકો દ્વારા પણ આવકારવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં પણ શાહપુર પોલીસની આ પ્રકારની સેવાકિય પ્રવૃત્તિ ચાલુ રાખશે. જેને જોતા લોકોના માનસમાં પોલીસ પ્રત્યે છપાયેલી છબીને આવા ઉમદા કાર્યો દ્વારા પ્રસંશનીય કહી શકાય એ વાત ગુજરાત પોલીસ સાથે સાથે શહેરના નાગરિક માટે ગર્વની વાત સાબિત કરે છે.
શાહપુર પોલીસ સ્ટેશનના PIએ શું જણાવ્યું
શાહપુર પોલીસ સ્ટેશનના પી.આઈ આર.એસ.ઠાકરે ઇટીવી ભારતના સંવાદદાતા પાર્થ શાહ સાથે વાતચીત દરમિયાન જણાવ્યું કે, રાત્રી કરફ્યૂ દરમિયાન શાહપુરના અનેક એવા વિસ્તારમાં ગરીબ લોકો રહેલા છે. જેમાં તેઓ ભોજનથી વંચિત ન રહે તે માટે નાગોરીવાડ સહિતના વિસ્તારોમાં ગરીબોને ભોજન વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યને લઈ તમામ લોકોમાં પોલીસ પ્રત્યેની લાગણી અને સંકલન વધુ થઈ રહ્યું છે. કોરોના કાળમાં રાત્રી કરફ્યૂ અને અન્ય નિયમોનું પાલન કરે તેની પણ તેઓને સમજણ આપવામાં આવી રહી છે.