- પોલીસ બેડામાં કોરોનાનું સંક્રમણ
- IPS સહિત કુલ 51 અધિકારી કોરોનાથી સંક્રમિત
- કેટલાક અધિકારી હોસ્પિટલમાં દાખલ
અમદાવાદ: શહેરના પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિત 51 કર્મચારીઓ કોરોના વાઇરસમાં સપડાયા છે. શહેરના DIG પ્રેમવિર સિંહ, DCP ઝોન:6 અશોક મુનીયા, એમ ડિવિઝન ACP વી.જી.પટેલ, A ડિવિઝન ACP એલ.બી.ઝાલા, PI આર.જી.દેસાઈ, એમ.બી.બારડ, જે.કે.રાઠોડ સહિત કુલ 51 કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થયા છે.
દિવાળી દરમિયાન સંક્રમણ વધવની શક્યતા
દિવાળીના તહેવારોમાં લોકો કોરોના ભૂલી ખરીદી કરવા નીકળી રહ્યા છે. જ્યાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન પણ થતું નથી. ત્યારે આ લોકોની ભીડને કાબૂમાં લેવા પણ પોલીસ દ્વારા પ્રયત્ન કરવામાં આવે છે ત્યારે હજુ કોરોના વાઇરસનું સંક્રમણ વધે તેવી શક્યતા છે.