અમદાવાદ: શહેરના સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી હથિયારનું મોટું નેટવર્ક પોલીસે ઝડપી પાડ્યું છે. પોલીસે બાતમીના આધારે એક કાર રોકી તપાસ કરતા તેમાંથી હથિયાર મળી આવ્યું હતું. જે હથિયાર કોની પાસેથી લાવ્યો તર અંગે તપાસ કરતા જમ્મુ કાશ્મીરના એક વ્યક્તિ પાસેથી અનેક હથિયાર લાવીને વેચ્યા હોવાની કબૂલાત કરતાં આ મામલે પોલીસે ગુનો દાખલ કરી આરોપીની તપાસ શરૂ કરી છે.
બાતમીના આધારે તપાસ: સોલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મી પેટ્રોલિંગમાં હતા.તે દરમિયાન પોણા બાર વાગે આસપાસ એસ.પી રીંગ રોડ સર્કલ ખાતે પહોચતા બાતમી મળી હતી કે, એક વ્યક્તિ ટિયાગો કારમાં પસાર થવાનું છે. તે ગેરકાયદેસર હથિયાર રિવોલ્વરનો વેપાર કરે છે. તેમજ અત્યારે પોતાની પાસે એક ગેરકાયદેસર હથિયાર અથવા તો રીવોલ્વર રાખી વૈષ્ણોદેવી સર્કલ તરફથી ભારત સર્કલ તરફ જવાનો છે. જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી.
હથિયાર રાખવા અંગેની પરવાનગી: બાતમી વાળી ગાડી આવતા તે ગાડીને રોકી તપાસ કરતા કારમાં સવાર યુવકનું નામ પ્રતીકકુમાર ઈશ્વરભાઈ ચૌધરી અને તે હાલ ગાંધીનગર ખાતે રહેતો હોય અને મૂળ સાબરકાંઠાના ઇડરનો હોવાનો સામે આવ્યું હતું. પોલીસે ગાડીમાં ચેક કરતા ડ્રાઇવર સીટની બાજુમાં ખાનામાંથી એક રિવોલ્વર તેમજ જીવતા 12 અને ફૂટેલા 4 કારતુસ મળી આવ્યા હતા. જે રિવોલ્વર હથિયાર રાખવા અંગેની પરવાનગી માંગતા તેની પાસે ન હોવાનું સામે આવ્યું હતું.
અલગ વ્યક્તિઓને વેચાણ: આ મામલે સોલા પોલીસે આરોપી રિવોલ્વર તેમજ કાર્ટીઝ ક્યાંથી લાવ્યો છે. તેની પાસેથી કયા હેતુસર છે, તે બાબતે પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, "આ રિવોલ્વર હથિયાર પોતે જમ્મુ કાશ્મીર ખાતેથી એક રસપાલકુમાર ફોજી નામના એજન્ટ મારફતે મહિન્દર કોતવાલ (ગન હાઉસ) જમ્મુ ખાતેથી મેળવ્યું હતું".અત્યાર સુધીમાં 9-10 રિવોલ્વર જમ્મુ કાશ્મીર ખાતેથી લાવી તેના ખોટા લાયસન્સ બનાવી અલગ અલગ વ્યક્તિઓ વેચાણ આપેલી હોય તે પ્રકારની હકીકત જણાવી હતી. આ મામલે સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં આરોપી સામે આઇપીસીની કલમ 420, 465, 467, 468, 471 અને 120 બી તેમજ આર્મ્સ એક્ટની કલમ 25 એ, 25(1)બી, 29 મુજબ ગુનો દાખલ કરીને પોલીસે ગાડી સહિત 4 લાખ 67 હજારનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ શરૂ કરી છે. (પ્રેસ આધારિત સ્ટોરી )