અમદાવાદઃએક હતી ચકી એક હતો ચકો, ચકી લાવી ચોખાનો દાણો ચકો લાવ્યો મગનો દાણો બંનેએ રાંધી ખીચડી આ ચકા ચકીની સરસ મજાની વાર્તા હવે માત્ર પુસ્તકોમાં મર્યાદિત રહી ગઈ છે. આજે ચકલીઓ પોતાના ( Save Chakli Campaign )અસ્તિત્વ સામે ઘરઆંગણે અને વૃક્ષો ઉપર ચી. ચી. ચી. કરનારી ચકલીની પ્રજાતિ નામશેષ થવાના આરે આવીને ઊભી છે. પોતાના અસ્તિત્વ સામે જજુમતી ચકલીના દર્શન પણ દુર્લભ બન્યા છે. આડેધડ કાપતા વૃક્ષો , મોબાઈલ ટાવર માંથી નીકળતા રેડીએશન ,કારખાના વાહનોનાના ધુમાડા ઓદ્યોગિક એકમોના વાયુ પ્રદૂષણના કારણે ચકલીઓનું ધનોતપનોત નીકળી ગયું છે.
દીકરીના જન્મ દિવસથી શરૂઆત કરી
અમદાવાદમાં એક પિતાએ દીકરીના જન્મદિવસથી શરૂઆત કરેલા ચકલી બચાવો અભિયાન (Save Sparrow Campaign) આજ મોટા( Save the Bird Campaign) પાયે લોકો સેવાના કાર્યોમાં જોડાયા છે. રાજેશભાઈ સરધારા ETV Bharat સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, મેં મારી દીકરીને જન્મદિવસના દિવેસે સોસાયટીના લોકોને ચકલીના ઘરનું વિતરણ કરીને શરૂઆત કરી. ત્યારબાદ વિચાર આવ્યો કે હાલના સમયમાં ચકલીનું અસ્તિત્વ ખૂબ ઓછું જોવા ઓછુ રહ્યું છે. આજ માણસ પોતાના મકાન બનાવવા માટે વૃક્ષોનું છેદન કરી રહ્યો છે. જેના કારણે મેં હર ભોલે નામથી આ અભિયાન શરૂઆત કરી. જેમાં મને દરેક વર્ણમાં લોકો પુરેપુરો સહકાર મળ્યો જેથી આજ અમારા અભિયાનમાં 13 લાખથી વધુ લોકો આ અભિયાનમાં (Save Sparrow Campaign) જોડાયા છે.
આ પણ વાંચોઃ લુપ્ત થતી જતી ચકલીઓને બચાવવા સુરતી જીયાનો અનોખો આઈડિયા...!!!!
એક પણ રૂપિયાનું ફંડ લેવામાં આવતું નથી
આ અભિયાનમાં (Save Sparrow Campaign) એક પણ રૂપિયાનું ફંડ લેવામાં આવતું નથી. કોઈના ઘરે પ્રસંગ હોય કે કોઈએ પોતાના સ્વજન ગુમાવ્યા હોય તે લોકોના ઘરે પણ ચકલી ઘરનું વિતરણ કરવામાં આવે છે. આમાં 150થી વધારે NGO અને અન્ય ટ્રસ્ટના લોકો મુલાકાતે આવ્યા અને આમાંથી પ્રેરણા લઈને પોતાના સ્વખર્ચે ચકલીઘર આપવાની શરૂઆત કરી છે.
નેતા અને અભિનેતા આ અભિયાનમાં સામેલ
આ ચકલી બચાવો અભિયાનમાં માત્ર સામાન્ય જનતા જ નહીં પણ રાજનેતા લઈ અભિનેતા, ગાયકો પણ આ અભિયાનમાં (Save Sparrow Campaign) સામેલ થયા છે. જેમાં ગૃહપ્રધાન હર્ષ સંઘવી, પુરષોત્તમ રૂપાલા, ગોવર્ધન ઝાડફિયા, ઘનશ્યામ લાખાણી, હિતેન કુમાર, હેમંત ચૌહાણ, રાજભા ગઢવી તેમજ નાના મોટા સેલિબ્રિટી સહિત લોકો આમ જોડાયેલા છે. આમ ગુજરાતી ફિલ્મના અભિનેતા હિતેન કુમારનો ખૂબ જ મહત્વનો ફાળો રહ્યો છે.
મહારાષ્ટ્રમાં પણ આજ અભિયાન શરૂ કરવાની ઈચ્છા
આગામી સમયમાં મહારાષ્ટ્રમાં પણ આજ અભિયાન શરૂ કરવાની ઈચ્છા છે. આ ચકલી અભિયાન સિવાય અન્ય પક્ષીને બચાવવા અભિયાનની (Save Sparrow Campaign) શરૂઆત કરવામાં આવશે. દરેક ગામના લોકો પક્ષીને બચાવા માટે પોતાના ગામમાં 5000 પક્ષી રહી શકે તેવા પક્ષી ઘર બનવવા જોઈએ.