અમદાવાદ: શહેરના સૌથી જૂના સ્ટેડિયમ બંધ (Sardar Patel Stadium)કરવાનો નિર્ણય AMC દ્વારા કરવામાં (Ahmedabad Corporation)આવ્યો છે. અમદાવાદ સ્ટકચર રિપોર્ટ અનસેફ આવતા સ્ટેડીયમ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આગામી સમયમાં રીનોવેશન માટે વિચારણા(Sardar Patel Stadium renovation) કરવામાં આવશે.
આ પણ વાંચોઃ Ranji Trophy 2022: રણજી ટ્રોફી ફરી શરૂ કરવા અમે પડદા પાછળ ખૂબ પ્રયત્ન કર્યા : જય શાહ
આગામી સમયમાં રીનોવેશન માટે વિચારણા - સ્ટેડિયમ હાલ કોઈ કાર્યક્રમ કરવામાં આવે તો જોખમી સાબિત થઈ શકે છે. માત્ર રમત ગમત માટે જ ઉપયોગી કરી શકાશે. તે માટે સ્ટેડિયમ બંધ કરવાનો (Sardar Patel Stadium will be closed)નિર્ણય કરવામાં આવ્યો છે. અમદાવાદ કોર્પોરેશન દ્વારા ટૂંક સમયમાં રીનોવેશન માટે વિચારણા કરવામાં આવશે.
આ પણ વાંચોઃ 1.10 લાખ પ્રેક્ષકો બેસવાની ક્ષમતા સાથે વિશ્વનું સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું ગૌરવ મોટેરાને
વડાપ્રધાન દ્વારા ખેલમહાકુંભનો પ્રારંભ કરાવ્યો હતો - ગત માસમાં વડાપ્રધાન ગુજરાત પ્રવાસે આવ્યા હતા. ત્યારે આજ સ્ટેડિયમથી તેમણે ખેલમહાકુંભ પ્રારંભ કરાવ્યો હતો. હાલ મેદાન સિવાય સ્ટેડિયમનો ભાગ અનસેફ હોવાથી હાલ સ્ટેડિયમ AMC દ્વારા બંધ કરવામાં આવશે.
IIT મદ્રાસે અનસેફ રિપોર્ટ આપ્યો - અમદાવાદ કોર્પોરેશન દ્વારા હાલ પૂરતું સરદાર પટેલ સ્ટેડિયમ બંધ કરવામાં આવ્યું છે.જેના કારણે જે જાહેર કાર્યક્રમ કરવા માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સ્ટેડિયમને મરામત કરવાની જરૂર હોય આ નિર્ણય કરવામાં આવ્યો છે. IIT મદ્રાસ દ્વારા સ્ટેડિયમને લઈ એવો રિપોર્ટ આપવામાં આવ્યો હતો કે આરસીસીનું બાંધકામ તેમજ સ્ટીલ સ્ટ્રકચરનું હાલત ખરાબ હોવાથી તેને ફરીવાર રીનોવેશનની જરૂરિયાત ઊભી થઈ છે.