જામનગર સેશન્સ કોર્ટે આપેલી આજીવન કેદની સજા સામે હાઇકોર્ટમાં કરવામાં આવેલી અપીલનો રાજ્ય સરકાર દ્વારા વિરોધ કરાયો હતો અને રજૂઆત કરવામાં આવી હતી કે સંજીવ ભટ્ટે તેમને અગાઉ મળેલા જામીન અને કોર્ટ તરફથી મળેલી રાહતોનો દુરૃપયોગ કર્યો છે.
આ અંગે હાઇકોર્ટે પણ સંજીવ ભટ્ટના વલણની ટીકાઓ કરી સજા મોકૂફ રાખવાની અરજી ફગાવી હતી. ઉલ્લેખનીય છે કે વર્ષ 1998માં બનાસકાંઠાના જીલ્લા પોલીસવડા તરીકેના કાર્યકાળ દરમિયાન ખોટો નાર્કોટિક્સ કેસ ઉભો કરવાના કેસમાં હાલ સંજીવ ભટ્ટ પાલનપુર જેલમાં સપ્ટેમ્બર-2018થી બંધ છે.
જામનગર જિલ્લામાં વર્ષ 1990માં એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકેના કાર્યકાળ દરમિયાન જામજોધપુરમાં તોફાનો ફાટી નીકળતા 134 આરોપીઓની અટકાયત કરાઇ હતી. જેમાં પ્રભુદાસ વૈષ્નાણી નામના આરોપીનું લોકઅપમાં મોત થયું હતું. આ કેસમાં જામનગર સેશન્સ કોર્ટે સંજીવ ભટ્ટ અને કોન્સ્ટેબલ પ્રવીણસિંહ ઝાલાને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી.