ETV Bharat / state

પુત્રનો જન્મ થયો હોવા છતાં હોસ્પિટલમાં દાખલ કરાવીને ફરજ પર ખડેપગે હાજર PIને સલામ... - અમદાવાદ ન્યૂઝ ટ

કોરોના વાઇરસની ગંભીર પરિસ્થિતિના કારણે લૉકડાઉન રાખવામાં આવ્યું છે અને સમગ્ર શહેરમાં કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામા આવ્યો છે. પોલીસકર્મીઓ ભાન ભૂલીને 24 કલાક ફરજ બજાવે છે, ત્યારે સાબરમતી પોલીસ સ્ટેશનના PIના ઘરે પુત્રનો જન્મ થયો છે અને હોસ્પિટલમાં દાખલ છે, તેમ છતાં પત્ની અને પુત્રને હોસ્પિટલમાં દાખલ કરાવી ફરજ પર હાજર થઈ છે.

Etv BHarat, Gujarati News, Ahmdabad News, Ahmedabad Police, Corona Virus
Ahmedabad Police
author img

By

Published : Mar 31, 2020, 10:34 AM IST

અમદાવાદ: કોરોના વાઇરસની ગંભીર પરિસ્થિતિના કારણે લૉકડાઉન રાખવામાં આવ્યું છે અને સમગ્ર શહેરમાં કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામા આવ્યો છે. સાબરમતી પોલીસ સ્ટેશનના PIના ઘરે પુત્રનો જન્મ થયો છે અને હોસ્પિટલમાં દાખલ છે, તેમ છતાં પત્ની અને પુત્રને હોસ્પિટલમાં દાખલ કરાવી ફરજ પર હાજર થયા છે.

સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેકટર આર.એચ.વાળાના ઘરે 27 માર્ચના દિવસે દિકરાનો જન્મ થયો છે. જન્મ બાદ તેમના પત્ની અને દિકરાને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. જેથી પોતાની સામાજિક જવાબદારી એટલે કે, બંનેને દાખલ કરાવીને PI વાળા પોતાની નોકરી પર પરત ફર્યા છે અને કોરોના વાઇરસના પગલે જે લૉકડાઉન કરાવવામાં આવ્યું છે તેનું પાલન કરવા ખડેપગે રહીને ફરજ નિભાવી રહ્યા છે.

આ ગંભીર પરિસ્થિતિમાં તમામ અધિકારી અને કર્મચારીઓની રજા રદ કરવામાં આવી છે. તેથી પોતાની ફરજ નિભાવી તેઓ પોતાના પરિવાર પાસે તો જાય છે, પરંતુ ફરીથી પોતાની જવાબદારી સંભાળવા ફરજ પર હાજર થઈ જાય છે.

કોરોના વાઇરસની પરિસ્થિતિમાં પોલીસ દ્વારા મહત્વની કામગીરી કરવામાં આવી છે. પોલીસ વિભાગમાં કરતા કર્મચારીઓ અને અધિકારીઓ આ રીતે ફરજ બજાવી રહ્યા છે અને તેઓનો પણ પરિવાર છે, પરંતુ પરિવારની ચિંતા કર્યા વિના ફરજ નિભાવી રહ્યા છે, ત્યારે આ પોલીસકર્મીઓને સલામ...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.