અમદાવાદ: પશ્ચિમ રેલ્વે દ્વારા લોકડાઉન દરમિયાન કુલ 45 કરોડના સ્ક્રેપનું વેચાણ કરવામાં આવ્યું. પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર આલોક કંસલ અને વેસ્ટર્ન રેલ્વેના પ્રમુખ મુખ્ય મટિરીયલ મેનેજર જે.પી.પાંડેના માર્ગદર્શન હેઠળ રેલવેના તમામ ઝોનમાંથી સૌથી વધુ સ્ક્રેપ વેચવામાં આવ્યું છે.
એપ્રિલ અને મે, 2020 માં તમામ મંડળો પર ફેક્ટરીઓ અને રેલ્વે ટ્રેકની બાજુમાં પડેલા તમામ સ્ક્રેપ્સના પશ્ચિમ રેલ્વેના મટિરીયલ મેનેજમેન્ટ વિભાગની સૂચના અનુસાર સ્ક્રેપની ઓળખ કરવામાં આવી. સ્ક્રેપનું વેચાણ જૂન, 2020 ના મહિનામાં શરૂ થયું હતું અને અત્યાર સુધીમાં 45 કરોડ રૂપિયા નું વેચાણ થયું છે. વિભાગે દર મહિને મહાલક્ષ્મી, સાબરમતી, પ્રતાપ નગર ડેપો અને મુંબઇ, વડોદરા, રતલામ, અમદાવાદ, રાજકોટ અને ભાવનગર મંડળો દ્વારા ઇ-નીલામી કરી હતી.
લોકડાઉન દરમિયાન પશ્ચિમ રેલ્વે દ્વારા ઇ-નીલામી માધ્યમથી 45 કરોડ રૂપિયાના સ્ક્રેપનું વેચાણ આ નીલામી પારદર્શકતા સાથે ઓનલાઇન કરવામાં આવી હતી, જેમાં દેશના દરેક ખૂણામાંથી કોઈપણ ભાગ લઈ શકે છે. આ ઇ-હરાજી દ્વારા બિન-ઉપયોગી રેલો, સ્લીપર્સ, અનુ ઉપયોગી લોકોમોટિવ્સ, કોચ, વેગન, ટ્રેક સંબંધિત સામગ્રી, વિવિધ શેડ, ફેક્ટરીઓમાંથી અનસર્વિસેબલ ફેરસ અને નોન ફેરસ સામગ્રી વેચવામાં આવી હતી.મહાપ્રબંધક આલોક કંસલ અને મુખ્ય મટિરીયલ મેનેજર જે.પી.પાંડેના નિર્દેશો હેઠળ પશ્ચિમ રેલ્વેને સંપૂર્ણ રીતે સ્ક્રેપ મુક્ત બનાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. પશ્ચિમ રેલ્વેએ અત્યાર સુધી ઝીરો સ્ક્રેપ સ્ટેટ્સ હેતુ કારખાનાઓમાં 100%, સ્ટેશનો પર 65%, શેડ / ડેપોમાંથી 50% અને રેલવે સેક્શનોમાં 30% પ્રતિશત પ્રાપ્ત કર્યા છે.ઉલ્લેખનીય છે કે, તમામ ઝોનલ રેલ્વેમાંથી પશ્ચિમ રેલ્વેએ બે વિત્તીય વર્ષોથી ક્રમશ: 537 કરોડ અને 533 કરોડના સ્ક્રેપ વેચાણ દ્વારા સતત બે વર્ષથી ટોચ પર છે. પશ્ચિમ રેલ્વે દ્વારા વર્તમાન વર્ષના અંત સુધીમાં તેના તમામ કાર્યસ્થળો માટે 100 પ્રતિશત સ્ક્રેપ ફ્રી સ્ટેટ્સ મેળવવા માટેના તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.