ETV Bharat / state

Sabarmati River Front: અમદાવાદ સાબરમતીમાં 2 કલાકમાં 2 યુવાનોએ મોતની છલાંગ લગાવી, એકનું મોત - Civil Hospital Ahmedabad

સાબરમતી નદી જાણે સ્યુસાઈડ પોઈન્ટ બની(Suicide in Sabarmati river ) હોય તેમ અનેક લોકો તેમાં મોતની છલાંગ લગાવી રહ્યા છે. 2 કલાકમાં 2 યુવકોએ અલગ અલગ કારણથી મોતની છલાંગ લગાવી હતી. જેમાંથી એક યુવકને બચાવી લેવામાં આવ્યો હતો જયારે એક યુવકનું મોત થયું છે. જે મામલે સાબરમતી રિવર ફ્રન્ટ (Sabarmati River Front)વેસ્ટ પોલીસે તપાસ હાથ ધરી છે.

Sabarmati River Front: અમદાવાદ સાબરમતીમાં 2 કલાકમાં 2 યુવાનોએ મોતની છલાંગ લગાવી, એકનું મોત

author img

By

Published : Feb 18, 2022, 7:11 PM IST

અમદાવાદઃ શહેરની સાબરમતી નદીમાં એક 35 વર્ષની ઉમરના યુવકે જમાલપુર બ્રિજ પરથી ઝંપલાવ્યું હતું. બ્રિજ પરથી યુવકને પડતો જોઇને સાબરમતી રિવર ફ્રન્ટમાં (Suicide in Sabarmati river )સ્વીપર તરીકે કામ કરનાર બરકત નામના યુવકે સાબરમતી નદીમાં (Suicide in Sabarmati river )કુદીને આત્મહત્યા માટે કુદેલ યુવકને પકડીને બ્રિજ નીચેના 3 નંબરના પીલ્લર પાસે લઈ ગયો હતો જ્યાં રિવર રેસ્ક્યુ ટીમે(River Rescue Team) પહોચીને બંનેને બોટમાં રેસ્ક્યુ કર્યા હતા. આત્મહત્યા માટે ઝંપલાવનાર યુવકનો જીવ બચી ગયો છે જેને હાલ સિવિલ હોસ્પિટલ (Civil Hospital Ahmedabad )ખસેડવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ સાબરમતી નદી પ્રદુષિત થતા ગુજરાત હાઇકોર્ટે સુઓમોટો દાખલ કરી

સાબરમતીમાં બે યુવાનોની મોતની છલાંગ

અન્ય એક કિસ્સામાં રિવર ફ્રન્ટ પર પોતાના ફ્રેન્ડ સર્કલ અને ગલફ્રેન્ડ સાથે 25 વર્ષનો પ્રકાશ નામનો શાહવાડીનો યુવક (Sabarmati River Front West Police )આવ્યો હતો. ગ્રુપમાં બધા બેઠા હતા ત્યારે યુવકની ગલફ્રેન્ડ કોઈની સાથે ચેત કરી રહી હતી જે દરમિયાન યુવકે તેની ગલફ્રેન્ડનો મોબાઈલ લઈને તોડી નાખ્યો હતો અને NID પાસેના વોલ્કવે પરથી સાબરમતી નદીમાં છલાંગ લગાવી હતી જેને પડતો જોઈને તેની ગલફ્રેન્ડ દુપટ્ટો બચાવવા માટે ફેક્યો હતો જોકે યુવક ત્યાં સુધી ડૂબી ગયો હતો. ત્યાંથી પોલીસ પસાર થતા પોલીસે રીવર રેસ્ક્યુ ટીમને જાણ કરી હતી. રિવર રેસ્ક્યુ ટીમે આવીને યુવકને બહાર કાઢ્યો હતો અને 108ને જાણ કરી હતી. 108ના તબીબ દ્વારા યુવકને મૃત જાહેર કરવામાં આવ્યો છે.બંને કિસ્સામાં બંને પરિવારને બનાવ અંગે જાણ કરવામાં આવી છે. બચી જનાર યુવકના સ્ટેટમેન્ટ લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે જયારે મરી જનાર યુવકના મિત્રોની પૂછપરછ કરીને પરિવારને જાણ કરી છે.
આ પણ વાંચોઃ અમદાવાદમાં છેલ્લા એક માસમાં 65 લોકોએ કર્યો આપઘાત

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.