અમદાવાદ: દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી દ્વારા અમદાવાદ સાબરમતી નદીના તટ પર ગાંધી આશ્રમની સ્થાપના કરી હતી. આજ તે આશ્રમની મુલાકાત માટે માત્ર દેશના નહીં પણ વિશ્વના ટોચના નેતા પણ ગાંધી આશ્રમની મુલાકાત લઈ રહ્યા છે. કેન્દ્ર સરકારના માર્ગદર્શન હેઠળ આ આશ્રમને રીડેવલપ કરવાની કામગીરી ચાલી રહી છે.ત્યારે આશ્રમવાસી માટે અમદાવાદ કોર્પોરેશન દ્વારા અંદાજીત 9 કરોડના ખર્ચે 20 જેટલા બનાવવાનું નક્કી કર્યું છે.
'અમદાવાદ મહાનગરમાં ગાંધી આશ્રમ રિડેવલપમેન્ટ પ્રોજેકટ ચાલી રહ્યો છે. જેમાં 20 મકાનો છે તેને અમદાવાદ મ્યુનિશિપલ કોર્પોરેશન દ્વારા અંદાજીત 42 લાખ 89 હજારના ખર્ચે એક મકાન તૈયાર કરવામાં આવે છે. આ 20 મકાન માટે અંદાજીત 9 કરોડ ફાળવવામાં આવ્યા છે. આ તમામ મકાનો ગાંધી આશ્રમના રહીશો આપવામાં આવશે.' -હિતેશ બારોટ, સ્ટેન્ડીગ કમિટીના ચેરમેન
3165 ચોરસ મીટર પ્લોટમાં તૈયાર થશે મકાન: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આશ્રમવાસીઓ માટે 20 મકાન તૈયાર કરવાનું નક્કી કર્યું છે. આ તમામ મકાન 3165 ચોરસમીટરના પ્લોટમાં તૈયાર કરવામાં આવશે.જેમાં કુલ કન્સ્ટ્રકશન એરિયા 2344 ચોરસમીટર અને પ્રતિ મકાન પ્લોટ એરિયા 77.94 ચોરસમીટર તૈયાર કરવામાં આવશે.આ બે માળમાં મકાન તૈયાર કરવામાં આવશે.આ ઉપરાંત સિક્યુટિ કેબીન,મલ્ટી પર્પઝ હોલ,પેનલ રૂમ સહિતની સુવિધા ઉપલબ્ધ થશે.
1200 કરોડના ખર્ચે રિડેવલપમેન્ટ: કેન્દ્ર સરકારના માર્ગદર્શન હેઠળ અંદાજીત 1200 કરોડના ખર્ચે ગાંધી આશ્રમને રીડેવલપ કરવામાં આવી રહ્યો છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા 50 કરોડ ફાળવવામાં આવ્યા છે. હાલમાં ઉપયોગમાં લેવાઈ રહેલ વાડજ થી RTO સુધી રોડ પણ ગાંધી આશ્રમ રીડેવલપ બાદ કાયમી માટે બંધ કરી દેવામાં આવશે. ગાંધી આશ્રમ રીડેવલપ આવતા મકાનને પણ અલગ આવાસ ફાળવવામાં આવશે. આ આશ્રમ 5 વિશ્વસ્તરીય મ્યુઝિયમ અને અધ્યન ઓડિયો અને વીડિયો લાઈબ્રેરી પણ તૈયાર કરવામાં આવશે. આ આશ્રમ રીડેવલપ દરમિયાન આ આશ્રમ રોડ,રસ્તા ઉપરાંત ગટરની કામગીરી સરકાર દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સોંપવામાં આવી છે.