ETV Bharat / state

રથયાત્રા મુદ્દે પોલીસ કમિશનરના જાહેરનામાને મેટ્રો કોર્ટમાં પડકારાયો - gujaratinews

અમદાવાદઃ રથયાત્રાના દિવસોમાં સીઆરપીસીની કલમ 144 લાગુ હોવા છતાં રથયાત્રાનું આયોજન કરવા બદલ મેટ્રો કોર્ટમાં શહેર પોલીસ કમિશ્નર, મ્યુનિસિપલ કમિશ્નર અને જગનાથ મંદિરના મહંત દિલીપ દાસજી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને કોર્ટે સીઆરપીસીની કલમ 202 મુજબ તપાસના આદેશ આપ્યા હોવાનું સામે આવ્યું છે.

ahmedabad
author img

By

Published : Jul 13, 2019, 11:48 PM IST

પ્રાપ્ત માહિતી મુજબ કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે શહેર પોલીસ કમિશ્નર દ્વારા દર વર્ષે રથયાત્રાના દિવસો દરમિયાન સીઆરપીની કલમ 144 લાગુ કરવામાં આવે છે. જોકે દશરથ દેવડા નામના અરજદારે કમિશ્નરના આદેશને મેટ્રો કોર્ટમાં પડકાર્યો છે. ચાલુ વર્ષે 30મી જૂનથી 14મી જુલાઈ સુધી જાહેરનામા પ્રમાણે સીઆરપીસીની કલમ 144 લાગુ હોવા છતાં 4 જુલાઈએ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે જાહેરનામાનું ભંગ કરાતું હોવાના આક્ષેપો સાથે મેટ્રો કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

અરજદારની માગ છે કે, રથયાત્રાના દિવસે અને તેના અગાઉના દિવસોમાં કેટલાક પોલીસ સ્ટેશન વિસ્તારમાં એસ.આર.પી., સહિત પોલીસ ટુકડીઓને તૈનાત કરવામાં આવે છે અને તેની પાછળ જે ખર્ચ કરવામાં આવે છે એ બધું ભારણ સામાન્ય નાગરિક કર પેટે ચૂકવી રહ્યો છે. એટલે કે, તહેવાર દરમિયાન સરકારી તિજોરીને ભારે બોજો પડે છે.

અરજદારે આક્ષેપ કર્યો છે કે, કોઈપણ સરઘસ જે ધાર્મિક કાર્ય હોય તેના માટે પોલીસ પરવાનગીની જરૂરી હોય છે ત્યારે આ કેસમાં કમિશ્નરના જાહેરનામાનો ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. અરજદારે જાહેરનામાનો ભંગ કરવા બદલ આરોપી લોકો વિરૂધ સીઆરપીસીની કલમ 188 મુજબ અને ગુજરાત પોલીસ એકટની કલમ 135 મુજબ શિક્ષા કરવાની માંગ કરી હતી.

Intro: રથયાત્રાના દિવસોમાં સીઆરપીસીની કલમ 144 લાગુ હોવા છતાં રથયાત્રાનું આયોજન કરવા બદલ મેટ્રો કોર્ટમાં શહેર પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર અને જગનાથ મંદિરના મહંત દિલીપ દાસજી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાતા કોર્ટે સીઆરપીસીની કલમ 202 મુજબ તપાસના આદેશ આપ્યા હોવાનું સામે આવ્યું છે....

Body:કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે શહેર પોલીસ કમિશનર દ્વારા દર વર્ષે રથયાત્રાના દિવસો દરમિયાન સીઆરપીની કલમ 144 લાગુ કરવામાં આવે છે જોકે દશરથ દેવડા નામના અરજદારે કમિશનરના આદેશને મેટ્રો કોર્ટમાં પડકાર્યો છે.. ચાલુ વર્ષે 30મી જૂનથી 14મી જુલાઈ સુધી જાહેરનામા પ્રમાણે સીઆરપીસીની કલમ 144 લાગુ હોવા છતાં 4થી જુલાઈના રોજ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જે જાહેરનામાનું ભંગ કરાતું હોવાના આક્ષેઓ સાથે મેટ્રો કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે...

અરજદારની માગ છે કે રથયાત્રાના દિવસે અને તેના અગાઉના દિવસોમાં કેટલાક પોલીસ સ્ટેશન વિસ્તારમાં એસ.આર.પી., સહિત પોલીસ ટુકડીઓને તૈનાત કરવામાં આવે છે અને તેની પાછળ જે ખર્ચ કરવામાં આવે છે એ બધું ભારણ સામાન્ય નાગરિક કર પેટે ચૂકવી રહ્યો છે...એટલે કે તહેવાર દરમિયાન સરકારી તિજરી ભારે બોજો પડે છે...

Conclusion:અરજદારે આક્ષેપ કર્યો છે કે કોઈપણ સરઘસ જે ધાર્મિક કાર્ય હોય તેમાં માટે પોલીસ પરવાનગી જરૂરી હોય છે ત્યારે આ કેસમાં કમિશનરના જાહેરનામાનો ઉલ્લંઘન કરવામાં આવ્યું છે... અરજદારે જાહેરનામાનો ભંગ કરવા બદલ આરોપી લોકો વિરૂધ સીઆરપીસીની કલમ 188 મુજબ અને ગુજરાત પોલીસ એકતની કલમ 135 મુજબ શિક્ષા કરવાની માંગ કરી હતી...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.