પ્રાપ્ત વિગતો અનુસાર, રાજ્યની કુલ ૧૦,૧૮૦ જેટલી બિન અનુદાનિત પ્રાથમિક શાળામાં જુદા-જુદા માધ્યમમાં કુલ ૧,૧૮,૧૧૦ જેટલી જગ્યાઓ RTE હેઠળ ઉપલબ્ધ છે. જે પૈકી વિદ્યાર્થીઓની પસંદગી અને ૬ કિલોમીટરની ત્રિજ્યાના વિસ્તારમાં ઉપલબ્ધ શાળાઓના નિયમોને ધ્યાનમાં લઈ પ્રથમ રાઉન્ડમાં ૯૯,૪૭૯ જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવેલ છે તથા ૧૩ મે ૨૦૧૯ સુધીમાં જે તે શાળામાં રૂબરૂ જઈ પ્રવેશ મેળવી લેવા જણાવવામાં આવેલ છે.
પ્રથમ રાઉન્ડની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવેલ નથી તેવા વિદ્યાર્થીઓને શાળામાં પસંદગીની ફરીથી તક આપી નિયમ અનુસાર પ્રવેશની કાર્યવાહી કરવામાં આવશે. અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, મરાઠી, ઓડીયા, તેલુગુ અને ઉર્દૂ માધ્યમમાં પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.