ETV Bharat / state

નવા બંધારણની વાયરલ PDF મામલે RSSની પ્રતિક્રિયા

અમદાવાદ: સોશિયલ મીડિયામાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS) અને મોહન ભાગવતના ફોટા સાથે નવા બંધારણની PDF વાયરલ થઈ છે. જેનાથી RSSની પ્રતિભા ખરડાય છે. તેથી આ મામલે RSSના સ્વયંસેવક દ્વારા સાયબર ક્રાઈમમાં ફરિયાદ કરવામાં આવી છે અને આરોપીઓની ધરપકડની માગણી કરવામાં આવી છે.

RSS
વાયરલ મામલે પ્રતિક્રિયા
author img

By

Published : Jan 18, 2020, 7:26 PM IST

RSSના સ્વયંસેવક અને વકીલ દિનેશ વાળાના જણાવ્યા મુજબ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘને ટાર્ગેટ કરીને નવા બંધારણના નામે 16 પાનાની PDF વાયરલ કરવામાં આવી છે. આ PDFમાં RSSના વડા મોહન ભાગવતના ફોટાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. આ PDFમાં સ્ત્રીઓને માત્ર ભોગ વિલાસનું માધ્યમ અને બ્રહ્મણોને સમાજના તમામ વર્ગોથી અલગ રાખવાની વાત કરવામાં આવી છે. આ PDFના કારણે RSSની છબી ખરડાઈ છે. આ મામલે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે અને આ અંગે જવાબદાર તમામ આરોપીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવા માગ કરવામાં આવી છે.

Intro:અમદાવાદ

સોશિયલ મીડિયામાં RSS અને મોહન ભાગવતના ફોટા સાથે નવા બંધારણની PDF વાયરલ થઈ છે જેનાથી RSS ની પ્રતિભા ખરડાય છે તેથી આ મામલે RSSના સ્વયંસેવક દ્વારા સાયબર ક્રાઈમમાં ફરિયાદ કરવામાં આવી છે અને આરોપીઓની ધરપકડની માંગણી કરવામાં આવી છે.

Body:સંઘના સ્વયંસેવક અને વકીલ દિનેશ વાળાના જણાવ્યા મુજબ સંઘને જ ટાર્ગેટ કરીને નવા બંધારણ કરીને 16 પાનાની PDF વાયરલ કરવામાં આવી છે.આ PDF માં મોહન ભાગવતના ફોટાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે જેથી એવું સાબિત કરવામાં આવ્યું છે કે PDF ખરેખર RSS છે અને આ PDF માં સ્ત્રીઓને માત્ર ભોગ વિલાસ તથા બ્રહ્મણોને સમાજના તમામ વર્ગોથી અલગ રાખવાની વાત કરવામાં આવી છે.આ PDF ના કારણે RSS ની છબી સ્પષ્ટ રીતે ખરડાય છે તેથી આ મામલે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે અને આ અંગે જવાબદાર તમામ આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે..

બાઇટ- દિનેશ વાળા-સ્વયં સેવક

બાઇટ-વિજય શેઠ- વકીલ- RSS

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.