અમદાવાદ: સાયન્સ અને ટેક્નોલોજીની દુનિયામાં ખુબ આગળ વધી રહી છે જેમાં હવે મનુષ્યના કામ રોબોટ દ્વારા પણ કરવામાં આવી રહ્યા છે. બીજી બાજુ ગુજરાતનું સૌથી મોટું સાયન્સ સિટી અમદાવાદ ખાતે આવેલ છે. બાળકો બ્રહ્માંડ વિશે માહિતી આપવામાં આવતી હોય છે. સાયન્સ સિટી દ્વારા 3 રોબોટ તૈયાર કરવામાં આવ્યા છે જે મનુષ્ય અનેક રીતે મદદરૂપ થઈ શકે છે. ગાંધીનગર આજથી શરૂ થયેલ સેમીકન્ડક્ટર એક્ઝીબિશનમાં વિશ્વભરમાંથી આવેલ ડેલિગેટ્સ આવકાર માટે રાખવામાં આવ્યા હતા.
'સાયન્સ સીટીમાં અનેક પ્રકારના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આજથી મહાત્મા ગાંધી મંદિર ગાંધીનગર ખાતે શરૂ થયેલા એક્ઝિબિશનમાં વિશ્વભરમાંથી ડેલિકેટ આવ્યા હતા. તેમના વેલકમ માટે સાયન્સ સિટીમાં જ તૈયાર થયેલા ત્રણ પેપર રોબોટ ત્યાં મૂકવામાં આવ્યા હતા. જે સેમી કન્ડક્ટર શું છે તેની માહિતી આપે છે.' -વ્રજેશ પરીખ, જનરલ મેનેજર, સાયન્સ સિટી
રોબોટ બન્યા આકર્ષણનું કેન્દ્ર: સાયન્સ સિટીમાં એક અલગ જ રોબોટ ગેલેરી ઊભી કરવામાં આવી છે. જેનું ઉદઘાટન દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. 1100 સ્ક્વેર મીટરમાં તૈયાર થઈ ગેલેરી ટેકનોલોજી આધુનિક યુગનું પ્રદર્શન કરાવે છે. જેમાં 79 પ્રકારના 200થી વધુ રોબોટ અહીંયા લોકોના માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આ રોબોટ ગેલેરીમાં પેઇન્ટિંગ કરતાં રોબોટ, હિસ્ટ્રી ગેલેરી રોબોટ, રિસેપ્શન એરિયામાં રોબટ, ડાન્સ કરતા રોબોટ, વેલકમ કરતા રોબોટ જેવા અલગ અલગ પ્રકારના રોબોટ અહીંયા મૂકવામાં આવ્યા છે.
સ્વદેશી રોબોટ: સાયન્સ સિટીમાં ડીઆરડીઓ ઇન્ડસ્ટ્રીયલ અને પ્રિસિશન સહિતના રોબોટ જોવા મળે છે. જેમાં ઈન્ડોબોટર્સ નામના સ્વદેશી રોબોટ સાત પ્રકારના છે. જેમાં નાટ્યમંડપની નીચે ડ્રમ વગાડતા કે ડાન્સ કરતા રોબર્ટ જોવા મળે છે. આ ઉપરાંત શિક્ષણકાર રેસિંગ સહિતના 9 પ્રકારના રોબટ અલગ અલગ જગ્યાએ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આમાંથી અમુક રોબોટ વિદેશથી મંગાવવામાં આવ્યા છે. જ્યારે અમુક રોબોટને અહીંયા જ તૈયાર કરવામાં આવ્યા છે. જે પણ સમયાંતરે ચેકિંગ કરવામાં આવતું હોય તે તમામ ચેકિંગ સાયન્સ સીટી ખાતે જ કરવામાં આવી રહ્યું છે.