અમદાવાદ : વેલેન્ટાઈન ડે (Valentine Day 2022) પૂર્વે અમદાવાદ શહેરના ફૂલ બજારમાં ગુલાબ જ નહીં, પરંતુ અન્ય ફૂલો પણ મોંઘા બન્યા છે. હાલ લગ્નની સિઝન પણ ચાલી રહી છે. જેમાં ડેકોરેશન માટે રંગબેરંગી ફૂલોનો ઉપયોગ સૌથી વધુ કરતા હોય છે. જેના કારણે તેના ભાવ (Valentine's Day Rose) પણ વધ્યા છે. ગુલાબની સાથે કોમ્બિનેશનમાં સેટ થાય તે પ્રકારની અન્ય ફૂલોની ડિમાન્ડ પણ માર્કેટમાં જોવા મળી રહી છે. અલગ અલગ ફુલોના આધારે વિવિધ બુકે બની રહ્યા છે. ત્યારે આજે વેલેન્ટાઈન ડે પર નવા ડિઝાઇનર બુકેની પણ ડિમાન્ડ જોવા મળી રહી છે.
ગુલાબ એક નંગનો ભાવ
લાલ ગુલાબ - 50 થી 60
પિંક ગુલાબ - 45 થી 55
ઓરેન્જ ગુલાબ - 40 થી 50
આ પણ વાંંચોઃ Kisss Day 2022: દીપિકા-રણવીરથી મહેશ બાબુ-નમ્રતા, 12 વાયરલ સેલિબ્રિટી કપલ લિપ લૉક્સ, જુઓ તસવીરો
ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે વેપાર પણ ઓછો જોવા મળી રહ્યો છે - વેપારી
અમદાવાદના જમાલપુર ખાતે આવેલ ફૂલ બજારમાં સેક્રેટરી અનિલ રામે જણાવ્યું કે, ગત વર્ષની સરખામણીમાં ગુલાબના ફૂલનો (Ahmedabad Valentine's Day) ભાવમાં થોડો વધારો થયો છે પરંતુ કોરોના ની સરખામણીમાં જે પ્રકારનું વેચાણ જોઈએ તે ખૂબ જ ઓછું જોવા મળી રહ્યું છે આ વર્ષે ગુજરાત સરકાર દ્વારા લગ્ન પ્રસંગ અને અન્ય કેટલીક છૂટછાટ આપવામાં આવી છે તેમ છતાં ફુલોનું વેચાણ ખૂબ જ ઓછું જોવા મળી રહ્યું છે. જ્યારે આજે વેલેન્ટાઈન ડે (Happy Valentines Day) ને ધ્યાને રાખી બજારમાં અવનવા ગુલાબ આવેલા છે. જેમાં બૂકે સહિત ઈંગ્લીશ ગુલાબને ક્રિએટિવ બનાવવામાં આવી રહ્યા છે.
આ પણ વાંંચોઃ Happy Promise Day : 'પ્રોમિસ ડે'ને ખાસ બનાવો, તમારા જીવનસાથી પ્રત્યે વફાદારીનું વચન આપો