- કોરોનાના કેસમાં સતત ઘટાડો
- રાજ્યના 11 જિલ્લામાં એકપણ કોરોનાનો કેસ નહિ
- રાજ્યમાં 97.69 ટકા રિકવરી રેટ
અમદાવાદઃ ગુજરાતના નાગરિકો માટે રાહતના સમાચાર કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે, ત્યારે આજે રાજ્યના 11 જિલ્લામાં એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી. તો બીજી તરફ રાજ્યમાં આજે કુલ 247 નવા કેસ નોંધાયા છે અને 270 લોકોને ડિસચાર્જ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ રાજ્યમાં વેક્સિનેશનની કામગીરી પણ પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે. જેના કારણે કહી શકાય કે, છેલ્લા ઘણા દિવસથી કોરોના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. જેના કારણે ગુજરાતની જનતાએ રાહતનો શ્વાસ લઈ શકે છે. કારણ કે, કોરોના કેસમાં સતત ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ દર્દીઓના થવાનો રેશિયો પણ 97 ટકાથી પણ વધારે જોવા મળી રહ્યો છે.
કોરોનાની વર્તમાન પરિસ્થિતિ
રાજ્યમાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યમાં આજની તારીખ સુધીમાં કુલ 17,39 જેટલા પોઝિટિવ કેસ છે. જેમાં 26 જેટલા દર્દીઓ વેન્ટિલેટર પર સારવાર મેળવી રહ્યા છે અને 1713 દર્દીઓની પરિસ્થિતિ સ્ટેબલ છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 2,59,104 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જ્યારે 4,401 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ કે બરોડા કોર્પોરેશનમાં 50 જેટલા નોંધાયા છે, ત્યારબાદ અમદાવાદમાં 49, સુરતમાં 31 અને રાજકોટ કોર્પોરેશનમાં 27 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે.
રસીકરણ અંગેની રાજ્ય સરકારની માહિતી
રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા આજે રસીકરણ અંગેની માહિતી આપવામાં આવી હતી. જેમાં 16 જાન્યુઆરીથી રસીકરણની કામગીરી રાજ્યમાં શરૂ કરવામાં આવી છે. જેમાં આજે કુલ 317 કેન્દ્ર પર 6,983 વ્યક્તિઓને કોરોનાની રસી આપવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 7,91,602 લોકોને રસીકરણ કરવામાં આવ્યું છે. જ્યારે અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી.