- કોરોનાના કેસમાં ઘટાડો
- શહેરમાં 15 વિસ્તાર માઇક્રો કન્ટેન્ટમેન્ટમાં
- કોરોનાના કેસમાં થઈ રહ્યો છે ઘટાડો
અમદાવાદ : શહેરમાં કુલ 16 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલમાં હતા. ત્યારે કોરોના સંક્રમણમાં ઘટાડો થઈ રહ્યો છે. તો શહેરમાં આજે વધુ એક માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનને દૂર કરવામાં આવ્યો છે. હવે શહેરમાં કુલ 15 માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન અમલમાં છે. અમદાવાદ શહેર સહિત સમગ્ર જિલ્લામાં સતત છઠ્ઠા દિવસે પણ કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં પણ સતત ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. છેલ્લા છ દિવસથી સતત 150 થી ઓછા કેસ આવી રહ્યા છે ત્યારે અમદાવાદીઓ માટે રાહતના સમાચાર પણ કહી શકાય.