ETV Bharat / state

હાઇકોર્ટે ભૂજના માજીદ થેબાને શોધવાની રિટમાં પોલીસની કામગીરીને યોગ્ય ગણાવી રિટને ફગાવી

અમદાવાદઃ માજીદ થેબાને શોધવા માટે દાખલ કરાયેલી હેબિયસ કોરપર્સ અરજીને હાઇકોર્ટે ફગાવી હોવાની વિગતો સામે આવી છે. પૂર્વ અધિકારીઓ દ્વારા એફિડેવિટ કરવામાં આવી હતી કે, પોલીસ આરોપી માજીદ થેબાની ધરપકડ કરવા ગઇ ત્યારે તે ગુમ થઇ ગયો હતો. જયારે તેના પરિવારે લોકલ ક્રાઇમ બ્રાન્ચના P.I. એ.બી.ઐસુરા સામે માજીદને ગુમ કરવાનો આક્ષેપ કર્યો હતો.

ahmedabad
author img

By

Published : Jul 6, 2019, 9:06 AM IST

ગત વર્ષ જુલાઈ 2018માં ભૂજથી ગુમ થયેલા માજીદ થેબાને શોધવા માટે દાખલ કરાયેલી હેબિયસ કોરપર્સ અરજીને હાઇકોર્ટે ફગાવી હોવાની વિગતો સામે આવી છે. હાઈકોર્ટે મહત્વનું અવલોકન કરતા કહ્યું હતું કે, આ કેસમાં પોલીસની કામગીરી નૈતિક અને યોગ્ય હતી. આ કેસમાં કચ્છના પૂર્વ S.P. મહેન્દ્ર ભરડા અને સૌરભ ટોલંબિયાએ એફિડેવિટ કરી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, પોલીસ જ્યારે આરોપી માજીદ થેબાની ધરપકડ કરવા તેના ઘરે ગઈ ત્યારે એ ગુમ થઈ ગયો હતો. માજીદને શોધવા માટે 40 લોકોની ટીમ અને 2 લાખ રૂપિયાનુ ઇનામ પણ રાખવામાં આવ્યું હતું.

ભૂજના માજીદ થેબાને શોધવા માટે દિલ્હી સુધી ધરણા-પ્રદર્શન કરવામાં આવ્યા હતા. માજીદના પરિવારે કચ્છ પશ્ચિમના લોકલ ક્રાઇમ બ્રાન્ચના P.I. એ.બી. ઐસુરા સામે માજીદને ગુમ કરવાનો આક્ષેપ કર્યો હતો.

માજીદની પત્ની આશિયાના થેબાએ આક્ષેપ કર્યો હતો કે, ગત 19મી જુલાઈના રોજ ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કાર્યરત કોન્સ્ટેબલ જયેશ ભાઈ તેંમના ઘરે આવ્યા હતા અને માજીદને ઢોર માર માર્યો હતો. ત્યાર બાદ પોતે ગર્ભવતી હોવા છતાં પોલીસે મારઝૂડ કરી હોવાનો આક્ષેપ કર્યો હતો. આ સમગ્ર ઘટના બાદ માજીદ ગુમ થઈ ગયો હતો અને તેને શોધવા હાઇકોર્ટમાં રિટ દાખલ કરાઈ હતી.

Intro:ગત વર્ષ જુલાઈ 2018માં ભુજથી ગુમ થયેલા માજીદ થેબાને શોધવા માટે દાખલ કરાયેલી હેબિયસ કોરપર્સ અરજીને હાઇકોર્ટે કાઢી નાખી હોવાની વિગતો સામે આવી છે...હાઈકોર્ટે મહત્વનું અવલોકન કરતા કહ્યું હતું કે આ કેસમાં પોલીસની કામગીરી નૈતિક અને યોગ્ય હતી...Body:આ કેસમાં કચ્છના પૂર્વ એસપી મહેન્દ્ર ભરડા અને સૌરભ ટોલંબિયાએ એફિદેવિટ કરી હતી જેમાં જણાવવામાં આવ્યું હતું કે પોલીસ જ્યારે આરોપી મજીદ થેબની ધરપકડ કરવા તેના ઘરે ગઈ ત્યારે એ ગુમ થઈ ગયો હતો...માજીદને શોધવા માટે 40 લોકોની ટીમ અને બે લાખ રૂપિયાનો ઇનામ પણ રાખવામાં આવ્યો હતો

ભુજના માજીદ થેબાને શોધવા માટે દિલ્હી સુધી ધરણા - પ્રદર્શન કરવામાં આવ્યા હતા...માજીદના પરિવારે કચ્છ પશ્ચિમના લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ એ.બી. ઐસુરા સામે માજીદને ગુમ કરવાનો આક્ષેપ કર્યો હતો....
Conclusion:માજીદની પત્ની આશિયાના થેબાએ આક્ષેપ કર્યો હતો કે ગત 19મી જુલાઈના રોજ ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કાર્યરત કોન્સ્ટેબલ જયેશ ભાઈ તેંમના ઘરે આવ્યા હતા અને માજીદને ઢોર માર માર્યો હતો..જયરબદ પોતે ગર્ભવતી હોવા છતાં પોલીસે મારઝૂડ કરી હોવાનો આક્ષેપ કર્યો હતો... આ સમગ્ર ઘટના બાદ માજીદ ગુમ થઈ ગયો હતો અને તેને શોધવા હાઇકોર્ટમાં રિટ દાખલ કરાઈ હતી...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.