ETV Bharat / state

Sparsh Mahotsav Ahmedabad: જાણો રત્નવાટિકામાં બાળકો માટે શું છે ખાસ...

અમદાવાદમાં GMDC ગ્રાઉન્ડ ખાતે જૈન સમાજ દ્વારા સ્પર્શ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્શ નગરીમાં બાળકો ટેકનોલોજીનો સદુપયોગ કરે તે માટે એક રત્ન વાટિકા તૈયાર કરવામાં આવી છે. જેની અંદર બાળકોને ટેકનોલોજી સાથે અલગ અલગ પ્રકારની રમત પણ રમાડવામાં આવી રહી છે. જેથી બાળકો નોલેજ લઇ ધર્મ અને સમાજ સાથે જોડાયેલા રહે તે માટેનું જ્ઞાન પણ આપવામાં આવી રહ્યું છે.

અમદાવાદમાં GMDC ગ્રાઉન્ડ ખાતે જૈન સમાજ દ્વારા સ્પર્શ મહોત્સવનું આયોજન

author img

By

Published : Jan 20, 2023, 6:01 PM IST

અમદાવાદમાં GMDC ગ્રાઉન્ડ ખાતે જૈન સમાજ દ્વારા સ્પર્શ મહોત્સવનું આયોજન

અમદાવાદ: અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે 40 એકર જમીનની અંદર સ્પર્શ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જૈન સમાજના વિજયસુંદર સૂરીશ્વરજી મહારાજ દ્વારા લેખિત 400માં પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવશે. આ સ્પર્શ નગરીની અંદર આજના બાળકોને સારા સંસ્કારોનું સિંચન થાય, વ્યસન મુક્ત બને, પરિવાર સાથે જોડાયેલા રહે અને સમાજમાં ઉપયોગી થાય તેવા અનેક અલગ અલગ પ્રકારના પ્રદર્શનો તૈયાર કરવામાં આવ્યા છે.

શું છે રત્ન વાટિકામાં: સૌરભ શાહે etv Bharat સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે સ્પર્શ નગરીની અંદર એક રત્ન વાટિકા બનાવવામાં આવી છે. જેનો મુખ્ય ઉદ્દેશ આજના બાળકો ટેકનોલોજી સાથે જોડાયેલા છે. જેમાં મોબાઈલ ફોન, લેપટોપ, ટેબલેટ જેવી વસ્તુઓની અંદર અત્યારે અલગ અલગ પ્રકારની રમતો રમતા હોય છે. જેના કારણે નોલેજ મળતું નથી. રત્ન વાટિકાનું જે અહીં સર્જન કરવામાં આવ્યું છે. ત્યાં બાળકોને રસ પેદા થાય અને નોલેજને લઈ ધર્મ અને સંસ્કૃતિ સાથે જોડાય અને સમાજ કલ્યાણની વાત તેમના મગજમાં આવે અને કેવા પ્રકારના કાર્યો કરવા જોઈએ. જેથી આપણા જીવનમાં ઉપયોગમાં આવી શકે છે. આ બધી વસ્તુઓ ટેકનોલોજી અને શિક્ષણનો ઉપયોગ કરીને નોલેજ આપવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: Sparsh Mahotsav Ahmedabad : સ્પર્શ મહોત્સવમાં તૈયાર કરવામાં આવી ગિરનાર પર્વતની રેપ્લિકા

વોલેન્ટિયર દ્વારા માહિતી: આ સ્પર્શ નગરીની અંદર દરેક જગ્યા ઉપર વોલેન્ટીયર રાખવામાં આવ્યા છે. જેમાં મહિલા અને પુરુષ બંને હાજર હોય છે. તે જ વોલેન્ટીયર બાળક જે ગેમ રમવા જાય છે તે બાળકને ગાઈડ કરે છે અને તેમને રમત રમાડવામાં આવે છે તેના વિશે માહિતગાર પણ કરવામાં આવે છે. આસપાસની અંદર દરેક જગ્યા ઉપર માહિતી આપવામાં આવી રહી છે.જેથી આવનાર પ્રવાસીઓ પણ સારી રીતે માહિતગાર થઈ શકે.

આ પણ વાંચો: NABARD: ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં નાબાર્ડના સ્ટેટ ફોકસ પેપર 2023-24નું વિમોચન કર્યુ

કઈ કઈ રમત રમાડવામાં આવે છે: સ્પર્શનગરીની અંદર બાળકોને સારા સંસ્કારોનું સિંચન થાય અને કઈ વસ્તુઓ ખાવી જોઈએ કે કઈ વસ્તુઓ ન ખાવી જોઈએ તેના વિશે પણ માહિતી આપવામાં આવી રહી છે. જેમાં સાપસીડી મારફતે પણ બાળકોને સમજાવવામાં આવી રહ્યું છે કે ટીવી જોવાથી કે ચોકલેટ જેવી વસ્તુઓ ખાવાથી નુકસાન થાય છે. જ્યારે બાળકોને પણ એક રાક્ષસી મુદ્રા સાથે બતાવવામાં આવ્યું છે કે સિગારેટ, દારૂ અને માંસાહારી વસ્તુ ખાવી ન જોઈએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.