અમદાવાદ : સાયન્સ સિટીમાં મુલાકાતીઓ માટે ખુશીના સમાચાર (Ahmedabad Science City) સામે આવી રહ્યા છે. સાયન્સ સિટીના દરમાં ઘટાડો કરવામાં આવ્યો કરી કોમ્બો ઓફરમાં મુલાકાતીઓ મુલાકાત લઈ શકશે. અમદાવાદમાં સાયન્સ સીટી ખાતે ત્રણ દિવસીય 29 મી એ નેશનલ ચિલ્ડ્રન સાયન્સ (National Children's Science) કોંગ્રેસ કોન્ફરન્સની શરૂઆત કરવામાં આવી છે. ત્યારે શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીના હસ્તે આ કોન્ફરન્સ ખુલ્લું મુકવામાં આવ્યું છે. ત્યારે દેશ વિદેશમાં અને રાજ્યના 658 બાળ વૈજ્ઞાનિકો પોતાના સંશોધનો રજૂ કરશે.
સાયન્સ સિટીમાં મુલાકાતી માટે દરમાં ઘટાડો
આ પ્રસંગે જીતુ વાઘાણીએ (Jitu Vaghani in Science City) મહત્વની જાહેરાત કરી હતી. જેમાં જન સમુદાયને વિજ્ઞાન સાથે જોડાવા ધ્યેયને અનુલક્ષીને સાયન્સ સિટીમાં વિવિધ આકર્ષણનો ઉમેરો કર્યો છે. જ્યારે સાયન્સ સિટીના દર આજથી ઘટાડવામાં આવ્યા છે. જેમાં કોમ્બો ઓફરમા મંગળથી શુક્ર સુધી 900 ની જગ્યાએ 499 માં મુલાકાત (Science City Rate) લઈ શકાશે. જેમાં મુખ્ય પ્રવેશ, એક્વેટિક ગેલેરી, 5D થિયેટર, રોબોટિક ગેલરી, 1 VR રાઈડ, થ્રીલરાઈડ, માર્શ ટૂ મિશન રાઈડ, 4D થિયેટર, કોલ માઈ ની મુલાકાતનો સમાવેશ થશે.
આ પણ વાંચો: અમદાવાદ સાયન્સ સિટીમાં ગ્લોબલ રોબોટિક ગેલેરી અને દેશનું સૌથી મોટું એક્વેરિયમ આકાર પામશે : વિજય રૂપાણી
શનિ-રવિએ સાયન્સ સીટી ચાલુ
આ ઉપરાંત શનિવાર અને રવિવારની રજાઓમાં (Visit to Science City) સાયન્સ સીટી ચાલુ રહેશે. તેમજ 499 રૂપિયાની જગ્યાએ 699 રૂપિયા દર નક્કી કરવામાં આવ્યો છે. ત્યારે પ્રવાસીઓ માટે આ ખુશીના સમાચાર સામે આવ્યા છે.
આ પણ વાંચોઃ મુંબઈના મેયરે અમદાવાદ સાયન્સસિટીની લીધી મુલાકાત