અમદાવાદ: અમદાવાદના પોશ વિસ્તારમાં રહેતી 35 વર્ષીય પરિણીતા સાથે પતિના મિત્રએ દુષ્કર્મ (Rape case complaint Ahmedabad) કર્યાની ફરિયાદ સામે આવી છે. મૂળ ઉત્તરપ્રદેશના વતની અને આનંદનગરમાં રહેતી પરિણીતા 3 બાળકો અને પતિ સાથે રહે છે. ઘર કામ કરે છે. પરિણીતાનો પતિ પાણીપુરીની લારી ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. જોકે પરિણીતાના પતિની લારીની બાજુમાં જ પાણીપુરીની લારી ચલાવતો સુરેન્દ્રસિંહ ગુજ્જર અવારનવાર તેના ઘરે આવતો જતો હતો. જેને મોકો જોઈને મહિલાની એકલતાનો લાભ ઊઠાવીને દાનત (Ahmedabad Rape case) બગાડી હતી. જે મામલે દુષ્કર્મની ફરિયાદ આનંદનગર પોલીસ ચોપડે નોંધાઈ છે.
આ પણ વાંચો: મુંબઈમાં મોડેલિંગ કરતી યુવતી મોહાણી, અમદાવાદના યુવકે દુષ્કર્મ ગુજાર્યું
કેવી રીતે બન્યું આ: તારીખ 18 મી ડિસેમ્બરના રોજ સાંજના સમયે પરિણીતા બે બાળકો સાથે ઘરે હાજર હતી. જ્યારે પતિ અને 10 વર્ષનો દીકરો પાણીપુરીની લારી પર હતા. એ સમયે તેના પતિનો મિત્ર સુરેન્દ્રસિંહ રામ સ્વરૂપ ગુજજર (Rape case police investigation)તેના ઘરે આવ્યો હતો. તે સમયે ઘરમાં હાજર બે નાના બાળકોને બિસ્કીટ લેવા માટેનું કહીને બહાર મોકલ્યા હતા. જે બાદ પરિણીતાની એકલતાનો લાભ ઉઠાવી બળજબરીપૂર્વક તેની પર દુષ્કર્મ ગુજાર્યું હતું. જે ઘટના બાદ આરોપી ત્યાંથી ભાગી જતા પરિણીતાએ પતિને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. જેથી આ મામલે આનંદનગર પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.
આ પણ વાંચો: સગીર બાળકી પર સીરીયલ રેપના કેસમાં મહિલા સહિત 9ની ધરપકડ
શું કહે છે પીઆઈ: યુપીથી અમદાવાદમાં પેટીયુ રડવા માટે આવેલા એક પરિવાર સાથે આવી ઘટના થતા પરિવારમાં શોકનું મોજું છે. આ ગુનામાં પકડાયેલો આરોપી સુરેન્દ્રસિંહ ગુજ્જર પોતે પરિણીત અને તેને પણ બે સંતાન હોવાનું સામે આવ્યું છે. મૂળ ઉત્તરપ્રદેશમાં રહેતો 40 વર્ષીય આરોપી છેલ્લા 8-9 મહિનાથી અમદાવાદમાં રોજગારી માટે આવ્યો હતો. સાણંદના મોરૈયામાં રહીને પાણીપુરીની લારી ચલાવતો હતો. આ મામલે etv ભારત સાથે ટેલિફોનિક વાતચીત કરતા આનંદનગર પોલીસ સ્ટેશનના પી.આઈ વી.એમ દેસાઈએ જણાવ્યું હતું કે હાલ આ ગુના સંદર્ભે આરોપીની ધરપકડ કરીને તેની પૂછપરછ શરૂ કરવામાં આવી છે અને તેના ગુનાહિત ઇતિહાસ અંગે પણ તપાસ હાથ ધરાઇ છે.