અમદાવાદ: અમદાવાદમાં આજે જનજાતિ સુરક્ષા મંચ દ્વારા મહારેલી નું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદના યોજાયેલી આ મહારેલીમાં લાખો સંખ્યામાં અનુસૂચિત જનજાતિના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ મહારેલી કરવાનું મુખ્ય કારણ એ હતું કે જેમાં જે આદિવાસીઓ ધર્માંતરિત થયા પછી પણ જનજાતિ તરીકે લાભ લઈ રહ્યા છે તેમની સામે જનજાતિ સુરક્ષા મંચ દ્વારા આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો. લાભ લેનાર વ્યક્તિઓ સામે અનુસૂચિત જનજાતિ ની યાદી માંથી દૂર કરવા માટે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સરકાર તેમની આ વાતને ધ્યાનમાં રાખીને તેમની સામે કાર્યવાહી કરે એમ તેમની મુખ્ય માંગ છે.
![જનજાતિ સુરક્ષા મંચ દ્વારા અમદાવાદમાં 'સિંહ ગર્જના ડીલિસ્ટિંગ મહારેલી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/18616483_03.jpg)
'સિંહ ગર્જના ડીલિસ્ટિંગ મહારેલી: જનજાતિ સુરક્ષા મંચ દ્વારા જે આ મહારેલીનું આયોજન થયું હતું. તેમાં ગુજરાત ભરમાંથી લગભગ 1 લાખ આદિવાસી સમુદાયના લોકો હાજર રહ્યા હતા. અમદાવાદમાં કુલ ત્રણ જગ્યાએથી આ 'સિંહગર્જના ડીલિસ્ટીંગ' મહારેલી નિકળી હતી. જમાલપુરથી જુના વાડજ ઇન્કમટેક્સ ચાર રસ્તા થઈને વલ્લભ સદન રિવરફ્રન્ટ પાસે વિસ્તારને આ રેલીમાં આવરી લેવામાં આવ્યો હતો.
![મોટી સંખ્યામાં લોકો જોડાયા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/18616483_01.jpg)
'ધર્માંતરિત લોકોને અનુસૂચિત જનજાતિ યાદીમાંથી કાઢી નાખવામાં આવે અને તેમની સામે બંધારણીય પગલાં લેવામાં આવે આવી અમારી ખાસ માંગ છે. ધર્માંતરણ બાદ શિક્ષણ ક્ષેત્રમાં તેમજ આર્થિક ક્ષેત્રમાં પણ બેવડો લાભ લેનાર લોકો સામે લોકોને દૂર કરીને તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે.' -પ્રકાશ ઉઈક, જનજાતિ સુરક્ષા મંચ
મહારેલીમાં જોડાયેલા લોકોના નિવેદન: મહારેલીમાં જોડાયેલા અનુસૂચિત જનજાતિના વ્યક્તિ છત્રસિંહ ચારણે જણાવ્યું હતું કે સરકાર તરફથી અમને જે આદિવાસી અને ધર્મ પરિવર્તન કર્યા બાદ બેવડો લાભ મેળવે છે. બેવડો લાભ મેળવવાના કારણે અમારા આદિવાસી ભાઈઓને પૂરેપૂરો લાભ મળતો નથી તેથી એ બંધ થાય એવી અમારી ઈચ્છા છે. રામુભાઈ ડોડીયા જણાવ્યું હતું કે અમે આદિવાસી સમાજના છીએ અમારા સમાજના લાભ વીધર્મી લોકો મેળવી રહ્યા છે જેના કારણે અમારા સમાજના લોકોને નુકસાન થઈ રહ્યું છે. અમારી સરકારને રજૂઆત છે ધર્મ પરિવર્તન કર્યા પછી અમારા સમાજનો લાભ એમને મળવો જોઈએ નહીં.
!['સિંહ ગર્જના ડીલિસ્ટિંગ મહારેલી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/18616483_02.jpg)
ડીલિસ્ટિંગની માંગણી: અત્રે મહત્વનું છે કે હિન્દુ આદિવાસી ધર્માંતરિત થયા હોવા છતાં પણ અનુસૂચિત જનજાતિ તરીકે બંધારણ દ્વારા મળતી અનામત અને અન્ય જોગવાઈના 70 ટકા જેટલો લાભ ખોટા આદિવાસી લોકો મેળવી રહ્યા છે. જેના સંદર્ભમાં 2006 થી જનજાતિ સુરક્ષા મંચની આગેવાની હેઠળ ડીલિસ્ટિંગની માંગણી સાથે સમગ્ર દેશમાં આંદોલન કરવામાં આવી રહ્યા છે.