અમદાવાદ: આ વર્ષ આપણા દેશમાં ખૂબ જ મહત્વનું છે. કારણે કે આઝાદી 75 વર્ષ પૂર્ણ થતાં આ વર્ષે આઝાદીના 75 વર્ષ ઉજવી (Azadi ka Amrit Mohotsav)રહ્યા છીએ. જેને કારણે આ વર્ષે રાખડી બજારમાં પણ દેશ ભક્તિનો રંગ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત વ્યસન મુક્તિ તેમજ સમાજ જાગૃતિ પર પણ રાખડી બજારમાં( Raksha Bandhan 2022) જોવા મળી રહી છે.
ટેડી બિયર અને લાઇટિંગ વાળી રાખડીનો ક્રેઝ - રાખડીના વેપારી ઇકબાલ ભાઈ ETV Bharat સાથે વાત કરતા જણાવ્યું હતું કે પહેલા સમયમાં ગોટા વાળી રાખડી બજારમાં મળી આવતી હતી. ત્યાર બાદ ચંદન અને મોતી વળી રાખડી આવી જ્યારે હવે નાના છોકરા માટે ટેડીબિયર લાઇટિંગ વાળી રાખડીનો ક્રેઝ વધારે જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચોઃ Raksha Bandhan 2022: કિંમત લાખોમાં છતાં રિઅલ ડાયમંડની રાખડી લોકો માટે બની આકર્ષણનું કેન્દ્ર
બજારમાં વ્યસન મુક્તિવાળી રાખડીઓ - ગુજરાતમાં થોડાક દિવસ પહેલા થયેલ લઠ્ઠાકાંડ બાદ આ આ વખતે બજારમાં વ્યસન મુક્તિના સૂત્રો વાળી રાખડી જોવા મળી રહી છે.જેમાં " બહેનકા ભૈયા કો કિંમતી આશીર્વાદ ભૈયા બને વ્યસનમુક્ત, સદા રહે તંદુરસ્ત", "ભાઈ બહેન કા સચ્ચા પ્યાર વ્યસન મુક્ત રહે પરિવાર", "ભાઈ બહેન કા અનોખા બંધન, વ્યસન મુક્ત રહે તંદુરસ્ત જીવન" જેવા વિવિધ પ્રકારના સૂત્રો વાળી રાખડી બજારમાં જોવા મળી રહી છે.
તિરંગા વાળી રાખડી - દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. બજારમાં કેસરી, સફેદ અને લીલો એમ ત્રણેય રંગના ગોટાવાળી રાખડી બજારમાં જોવા મળી રહી છે.એટલે કહી શકાય દેશના તિરંગા રંગ હવે રાખડી પર પણ જોવા મળ્યો છે.આ ઉપરાંત 'બેટી બચાઓ બેટી પઢાવો' , "આત્મ નિર્ભર ભારત" ના થીમ પર પણ રાખડી જોવા મળી રહી છે.
આ પણ વાંચોઃ Raksha bandhan 2022 : રાખડી બજારમાં માગ અને પુરવઠાનું ગણિત બગડ્યું
રાખડીમાં 20 ટકા જેટલો ભાવ વધારો - રાખડીના રો મટીરીયલ પર 18 ટકા GST લગાવામાં આવતા રાખડીમાં 20 ટકા જેટલો વધારો જોવા મળ્યા છે. પરંતુ માંગ કોઈ પણ પ્રકારનો ફેરફાર જોવા મળ્યો નથી. જેના કારણે રાખડીના વેપારીમાં ખુશી લહેર જોવા મળી રહી છે. દેશના વિવિધ રાજ્યના વેપારી પણ અમદાવાદ રાખડીની ખરીદી કરવા માટે આવે છે. જેના કારણે ગુજરાતના ગૃહઉદ્યોગને અંદાજિત 1 લાખ લોકોને રોજગાર મળી રહ્યો છે.આ વર્ષે અંદાજિત 200 કરોડ જેટલો વેપાર થાય તેવી શક્યતા મળી રહી છે.