કેસરીદેવસિંહનો જન્મ: ભારત સરકારના પ્રથમ પર્યાવરણ પ્રધાન અને વાંકાનેરના રાજવી સ્વ. દિગ્વિજય સિંહજી પ્રતાપસિંહ ઝાલાના પુત્ર કેસરીદેવસિંહનો જન્મ વાંકાનેરના રાજવી પરિવારમાં થયો હતો. વાંકનેરનો રાજવી પરિવાર હંમેશા લોકો સેવામાં કાર્યોમાં જોડાયેલો રહ્યો છે અને તેથી જ લોકચાહના પણ મેળવી છે. કેસરીદેવસિંહ 16માં રાજવી તરીકેની ગાદી પણ ધારણ કરેલી છે.
શૈક્ષણિક લાયકાત: કેસરીદેવસિંહ વિદેશમાં અભ્યાસ કરી ચુક્યા છે. યુનિવર્સીટી ઓફ હડર્સફિલ્ડ યોર્કશાયરથી ટુરિઝમ અને લેઇસર મેનેજમેન્ટમાં સ્નાતકની ડિગ્રી મેળવી ચુક્યા છે. જોકે તેઓએ પ્રાથમિક શિક્ષણ ભારતમાં અલગ અલગ જગ્યાઓ પરથી લીધેલ છે. તેઓ વાંકાનેર ખાતે આવેલી સ્પોર્ટ્સ એકેડમીના ચેરમેન પણ છે. આ સંસ્થા બાળકોને વિનામૂલ્યે તાલીમ આપે છે.
પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે કર્યો હતો ખેસ ધારણ: કેસરીદેવસિંહને 2011માં અત્યારના વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ખેસ પહેરાવી ભાજપમાં પ્રવેશ કરાવ્યો હતો. 2022 વિધાનસભા ચૂંટણીમાં સ્થાનિક કક્ષાએ તેમના નેતૃત્વમાં જ દાયકાઓ બાદ વાંકાનેરની બેઠક કોંગ્રેસના પીરજાદા પાસેથી આંચકી ભાજપના ઉમેદવારને જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી તો વાંકાનેર તાલુકા પંચાયતમાં આઝાદી બાદ પ્રથમ વખત ભાજપે સત્તાનો સ્વાદ ચાખ્યો હતો.
પીએમ મોદીએ આપી હતી લગ્નમાં હાજરી: મળેલી માહિતી અનુસાર કેસરીદેવસિંહ પીએમ મોદી સાથે સારા સબંધો ધરાવે છે. પીએમ મોદીના હસ્તે જ તેમને ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. આ ઉપરાંત પીએમ મોદી તેમના લગ્નમાં પણ હાજરી હતી.
સામાજિક કારકિર્દી: કેસરીદેવસિંહ અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભાના યુવા પાંખના પ્રમુખ છે. અમરસિંહજી હાઈસ્કૂલના ઉપપ્રમુખ, રમાકુંવરબા કન્યા છાત્રાલયના ટ્રસ્ટી, બોયસ બોર્ડિંગના ટ્રસ્ટી છે. 9 વર્ષથી જન્માષ્ટમી સેવા સમિતિ સાથે સંકળાયેલા છે. તેઓ વર્ષોથી ગણપતિ ઉત્સવનું આયોજન કરે છે. તમામ જ્ઞાતિના ધાર્મિક કાર્યક્રમોમાં અચૂક હાજરી આપે છે. કેસરીદેવસિંહ અને આ તમામ કારણોથી જ સમગ્ર વાંકાનેરની જનતા તેમના પ્રિય નેતા અને રાજાને પ્રજાના પ્રતિનિધિ તરીકે જોવા ઈચ્છે છે. મહારાજા દિગ્વિજયસિંહનું નિધન થતા તેમના પુત્ર કેશરીદેવસિંહનું માર્ચ 2022માં રાજતિલક કરાયું હતું.
કેસરીદેવસિંહની રાજકીય કારકિર્દી: ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં મહત્વની ભૂમિકા રહી હતી. દાયકાઓ બાદ વાંકાનેરની બેઠક પર ભાજપને સત્તા મળી હતી. કોંગ્રેસના પીરજાદાની હાર માટે કેસરીદેવસિંહની રણનીતિ સફળ રહી હતી. આ ઉપરાંત તેઓ પક્ષમાં અનેક જવાબદારીઓ નીભાવી ચૂક્યા છે. તેઓ 2011થી ભાજપના સક્રિય સભ્ય છે. 2014, 2019 લોકસભા ચૂંટણીમાં ચૂંટણી લક્ષી જોગવાઈઓની જવાબદારી પણ તેમણે સંભાળી છે. 2021માં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઈન્ચાર્જની જવાબદારી સંભાળી હતી. તેઓ રાજકોટ જિલ્લા ઉપપ્રમુખ અને મોરબી જિલ્લા પ્રમુખ રહ્યા છે. રાજકીય ઉપરાંત સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે પણ અનેક પ્રવૃતિઓ સાથે તેઓ સંકળાયેલા છે.