ETV Bharat / state

ગોંડલના સુલતાનપુરમાં ગાય અને વાછરડીનું કરંટ લાગતા મોત - gondal news

રાજકોટના સુલતાનપુરમાં ગાય અને વાછરડીને વીજ કરંટ લાગતા બન્નેના ઘટના સ્થળ પર મોત નીપજ્યા હતા. વીજ તંત્રની લાપરવાહીને કારણે વારંવર આવી ઘટનાઓ થવાથી ગ્રામજનોમાં રોષની લાગણી જોવા મળી હતી.

etv bharat
રાજકોટ : સુલતાનપુરમાં ગાય અને વાછડીનું કરંટ લાગતા મોત
author img

By

Published : Jun 10, 2020, 6:00 PM IST

રાજકોટ: જિલ્લાના ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામમાં રહેતા સવાભાઈ ભરવાડની ગાય અને વાછડી ઘાસચારો ચરી રહી હતી. તે દરમિયાન જૂની પ્રાથમિક શાળાના સબ સ્ટેશન પાસે વીજપોલ દ્રારા ગાય અને વાછરડી બન્નેને કરંટ લાગતા ધટના સ્થળપરજ તેમના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. જેના કારણે ગૌ સેવકો અને ગ્રામજનોમાં રોષની લાગણી જોવા મળી હતી.

આ ઘટનાના પગલે ગ્રામજનોએ જણાવ્યું હતું કે, સુલતાનપુરમાં વીજ તંત્રની ઘોર બેદરકારી વર્તાઈ રહી છે. પ્રી-મોનસુનને લઇ કોઈપણ જાતની કામગીરી હાથ ધરવામાં આવી નથી. જેના કારણે સમયાંતરે પશુધન મોતના મુખમાં હોમાઈ રહ્યા છે. વીજ તંત્રને અવારનવાર રજૂઆત કરવામાં આવતા અધિકારીઓ દ્વારા તોછડાઇ ભર્યા જવાબ આપવામાં આવે છે. બે દિવસ પહેલાં પણ તંત્રની બેદરકારીના કારણે વિજ કર્મચારીનો મોતને ઘાટ ઉતર્યો હતો. જેનું ગ્રામજનો દ્વારા આવેદન પણ આપવામાં આવ્યું હતું.

આ ઘટનાને હજી બે દિવસ થયા છે. ત્યાં તો પશુધનનું મોત નિપજતા લોકોમાં રોષ ફેલાયો હતો હતો. તેમજ ગામના આગેવાનો દ્વારા ઉર્જા મંત્રી સહિત ઉચ્ચ કક્ષાએ પણ આ ઘટનાઓ અંગે રજૂઆત કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.