ETV Bharat / state

Rajesh Vasava joined Congress: BTP રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને આદિવાસી નેતા રાજેશ વસાવાએ કોંગ્રસનો હાથ પકડ્યો - રાજેશ વસાવા કોંગ્રસમાં જોડાયા

ગુજરાતમાં આગામી દિવસોમાં 2022માં વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022 )આવી રહી છે. તેવામાં BTPના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાજેશ વસાવાએ કોંગ્રેસનો હાથ(Rajesh Vasava joined Congress) પકડ્યો છે. રાજેશ વસાવા ગુજરાત આદિવાસી સમાજના દિગ્ગજ નેતા ગણાય છે. કોંગ્રેસે ભેળવી તેમને સીધું જ આદિવાસી વોટ પોતાના તરફ કરવા નિશાન તાક્યું છે.

Rajesh Vasava joined Congress: BTP રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને આદિવાસી નેતા રાજેશ વસાવાએ કોંગ્રસનો હાથ પકડ્યો

author img

By

Published : Mar 16, 2022, 9:42 PM IST

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની 2022ની ચૂંટણી (Gujarat Assembly Election 2022 )નજીક આવી રહી છે. જેને લઈ તમામ રાજકીય પાર્ટીઓ જીત માટે જોરશોરથી પ્રચારો શરૂ કરી દીધા છે. ત્યારે હાલ ભાજપ પણ સરકારી હોય કે પક્ષના કાર્યક્રમોમાં પ્રચાર કરી રહ્યું છે. જયારે કોંગ્રેસ પણ જાગી છે અને ત્યારે આજે BTPના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાજેશ વસાવાએ (BTP National Vice President Rajesh Vasava )કોંગ્રેસનો હાથ પકડ્યો છે. રાજેશ વસાવા ગુજરાત આદિવાસી સમાજના દિગ્ગજ નેતા ગણાય છે. કોંગ્રેસે ભેળવી તેમને સીધું જ આદિવાસી વોટ પોતાના તરફ કરવા નિશાન તાક્યું છે.

કોંગ્રસનો હાથ પકડ્યો

12 વર્ષોથી વસાવા પોતાના હક્કો માટે લડી રહ્યા છે - કોંગ્રેસ પ્રભારી - ગુજરાત કોંગ્રેસ પ્રભારી ડૉ. રઘુ શર્માએ (Dr. Raghu Sharma)જણાવ્યું કે રાજેશ વસાવા કોંગ્રેસમાં જોડાયા છે. સંવિધાનિક અધિકારો માટે તેઓ કોંગ્રેસમાં જોડાયા (Rajesh Vasava joined Congress)છે. છેલ્લા 12 વર્ષથી રાજેશ વસાવા આદિવાસીઓના અધિકાર માટે તેઓ લડે છે. શિક્ષિત યુવા નેતા છે. કોંગ્રેસ જ યોગ્ય પક્ષ છે તેવું તે માનીને કોંગ્રેસમાં જોડાયા છે. કોંગ્રેસને તેઓ મજબૂત કરશે તેવી આશા રાખું છું.

ભાજપની કિન્નખોરી સામે લડાઈ મજબૂત રીતે આપીશું - કોંગ્રેસ પ્રમુખ - ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે( Congress President Jagdish Thakor)જણાવ્યું હતું કે રાજેશ વસાવા આજે કોંગ્રેસમાં જોડાયા છે. તમને આજે કોંગ્રેસમાં સ્વીકાર કરું છું. વર્ષોથી સામાજિક અને આર્થિક લડાઈ તેમને લડી છે. ત્યારે હવે આગામી દિવસોમાં વધુ મજબૂતી સાથે ભાજપની(Bharatiya Janata Party)કિન્નખોરી સામે લડાઈ આપીશું. હાલ આદિવાસી વિસ્તારમાં કોઈ જ પ્રકારનો વિકાસ થયો નથી અને થઈ પણ રહ્યો નથી.

વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટના કમીટમેન્ટ સાથે જોડાયા? - પ્રભારી ડૉ. રઘુ શર્માની હાજરીમાં રાજેશ વસાવાએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો કર્યો હતો. બીટીપીના રાષ્ટ્રીય ઉપપ્રમુખ તરીકે અને BTP પાર્ટીના અધ્યક્ષ છોટુ વસાવાના (BTP party president Chhotu Vasava)અંગત માણસોમાના એક તરીકે રાજેશ વસાવાનું નામ હતું પણ તેઓ ડેડીયાપાડા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડવા ઈચ્છુક હતા પણ હાલ બીટીપી તરફથી ડેડીયાપાડા ધારાસભ્ય મહેશ વસાવાએ બેઠક પર પોતાનો અડિંગો જમાવીને બેઠા છે. ત્યારે આદિવાસી નેતા રાજેશ વસાવાએ રાજકિય હિત સિદ્ધ કરવા ડેડીયાપાડા વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટના કમીટમેન્ટ સાથે જોડાયા કોંગ્રેસમાં પગરવ માંડી દીધા છે.

આ પણ વાંચોઃ રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના 1500થી વધુ કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા

પક્ષમાં જોડાયા બાદ વસાવાના સુર ક્યાં પ્રકારના? - ગુજરાત કોંગ્રેસમાં જોડાયા બાદ રાજેશ વસાવાએ જણાવ્યું હતું કે હું સામાન્ય વ્યક્તિ છું. હું આદિવાસી સમાજમાંથી આવું છું. આજે હું કોંગ્રેસ પક્ષમાં જોડાયો છું. આજની સરકાર 20 વર્ષ કરતા વધુ સમયથી સત્તામાં છે. આજની સરકાર આદિવાસીઓને ઘેટાં બકરા સમજે છે. જંગલ અને જમીન સિવાય અન્ય કેટલી સમસ્યાઓ રહેલી છે. જેને લઈને કામ કરવું ખુબજ જરૂરી છે. જયપાલ મુંડા જે અમારા આદર્શ છે. જ્યારે કોંગ્રેસ પાર્ટીએ આદિવાસીઓ માટે કામ કર્યું છે. તાપી, નર્મદા પ્રોજેકટ સિવાય અન્ય પ્રોજેકટ સામે આગામી દિવસમાં મજબૂત રીતે કામ કરીશ. હાલ ચૂંટણી માટે પક્ષ દ્વારા કોઈ કમિટમેન્ટ અપાયું નથી. ડેડીયાપાડાથી ચૂંટણી લડીશ એવી કોઈ બાબત રહેલી નથી. પાર્ટી કહેશે તો આગામી આવનાર વિધાનસભાની ચૂંટણી લડીશ અને જીતી આદિવાસીઓના હક્કોની પ્રાપ્તિ કરાવીશ.

છોટુ વસાવાની BTP પાર્ટીને મોટો ઝટકો - આદિવાસીઓના હક્કો અને બંધારણીય હક્કો માટે લડતા અને આદિવાસી નેતા ગણાતા છોટુ વસાવાના નેતૃત્વમાં ભારતીય ટ્રાઇબલ પાર્ટી આ વખતે 122થી વધુ બેઠકો પર ચૂંટણી લડે તે પ્રકારની શક્યતાઓ રહેલી હતી. વિશ્વસનીય સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે ખાસ કરીને ટ્રાઇબલ પટ્ટી પર પોતાના ઉમેદવારો ઉભા રાખશે જેને લઈને દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, પંચમહાલના આદિવાસી આગેવાનોની એક મિટિંગ ડેડીયાપાડા ધારાસભ્ય મહેશ વસાવા આ કરી હતી. જેમાં આદિવાસી મુદ્દા પર ખાસ ભાર મૂકી કોંગ્રેસ ભાજપ કે નવું આવનારું આપ આવા અનેક પક્ષો આવશે અને ચૂંટણી પછી નિષ્ક્રિય થઇ જશે પણ 365 દિવસ હોય કે રાત આદિવાસીઓના હક્કો માટે છોટુ વસાવા લડતા રહેશે અને લડશે એવી વાત કહી ધારાસભ્ય મહેશ વસાવા એ જે તે સમયે આગેવાનોને કામે લાગી જવાનું આહવાન કર્યું હતું.

2022માં એકલા હાથે BTP 122થી વધુ સીટો પર ચૂંટણી લડશે - BTP - ધારાસભ્ય મહેશ વસાવાએ જણાવ્યું હતું કે અમે આગામી 2022ની ચૂંટણીમાં એકલા હાથે લડીશું 122 થી વધુ અમે ઉમેદવારો BTP ના ચિન્હ પર લડાશે. તો બીજી તરફ આખા દેશમાં આદિવાસી બેલ્ટ પર છોટુ વસાવાનું મોટું નામ છે. તેમને લોકો ભગવાન સમાન માની રહ્યા છે. ત્યારે પણ તેમને એક વિશ્વાસ આપ્યો હતો કે બિહાર અને ગુજરાતમાં જો અમારી ગણતરી પ્રમાણે સીટો આવી તો આદિવાસી અલગ રાજ્ય ભીલીસ્તાનની અમે અલગ માંગણી કરી છે કેમકે ભાજપ કોંગ્રેસ અને આપ કોઈ આદિવાસીઓના હક્કો માટે નથી લડતા નથી. અમે સિડ્યુલ 5 અને બંધારણની જોગવાઈ પ્રમાણે આદિવાસીઓના હક્કો મેળવીને ઝંપીશું કહી પોતાની પાર્ટીની જીત માટેની વાત કરી હતી.
આ પણ વાંચોઃ પોરબંદર આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ સહિતના યુવાનો કોગ્રેસમાં જોડાયા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.