ETV Bharat / state

કોરોના મહામારી સમયે બેદરકારી દાખવવા બદલ રાજસ્થાન હોસ્પિટલને ફટકાર્યો 77 લાખનો દંડ - Rajasthan Hospital fined Rs 77 lakh

ગુજરાતમાં કોરોના વાઇરસ બેફામ બન્યો છે. અમદાવાદમાં સમગ્ર રાજ્યના સૌથી વધુ કેસ નોંધાયા છે. તો કેટલીક હોસ્પિટલમાં સારવારને લઇને સવાલો પણ ઉભા થયાં છે, ત્યારે માનવતા નેવે મુકીને ચાલતી શહેરની જાણીતી રાજસ્થાન હોસ્પિટલ સામે અમદાવાદ મહાનગરપાલિકાએ કડક કાર્યવાહી કરી છે.

કોરોના મહામારી સમયે બેદરકારી દાખવવા બદલ રાજસ્થાન હોસ્પિટલને ફટકાર્યો 77 લાખનો દંડ

author img

By

Published : Jun 28, 2020, 2:55 AM IST

અમદાવાદ : કોરોના મહામારીને કારણે કોર્પોરેશને શહેરની 50 ખાનગી હોસ્પિટલો સાથે MOU કર્યા હતા. જેમાં રાજસ્થાન હોસ્પિટલનો પણ સમાવેશ થાય છે. આ કરાર હેઠળ હોસ્પિટલે 50 ટકા બેડ અનામત રાખવાના હોય છે. જેમાં કોર્પોરેશન દ્વારા મોકલવામાં આવતા દર્દીઓની સારવાર કરવાની હોય છે, પરંતુ રાજસ્થાન હોસ્પિટલે તારીખ 18 જૂનના રોજ આવેલા દર્દીને સમયસર બેડ ફાળવ્યો ન હતો જેના કારણે તેનું અકાળે મોત થયું હતુ. જેને લઈને હોસ્પિટલ સામે પોલીસ ફરિયાદ થઈ હતી. જેની ગંભીર બેદરકારીની નોંધ હાઈકોર્ટે લીધી હતી અને તેમની સામે તાત્કાલિક પગલા લેવા તાકીદ કરી હતી.

બેદરકારી દાખવવા બદલ રાજસ્થાન હોસ્પિટલને ફટકાર્યો 77 લાખનો દંડ

પ્રાપ્ત વિગતો મુજબ, અમદાવાદની રાજસ્થાન હોસ્પિટલ ખાતે 18 જૂનના રોજ હરીશભાઈ કડીયા નામના દર્દીને લાવવામાં આવ્યો હતો. જો કે, સતત 40 મિનિટ સુધી હોસ્પિટલનો દરવાજો નહીં ખોલવામાં આવતા દર્દીનું સારવાર મળે તે પહેલા જ મોત થયું હતું, ત્યારે હવે આ મામલાની ગંભીરતાને ધ્યાને લઇને AMCએ હોસ્પિટલને રૂપિયા 25 લાખ અને સભ્ય દીઠ રૂપિયા 2 લાખ મળી કુલ 77 લાખનો દંડ ફટકાર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.