વાયુ વાવાઝોડું વેરાવળથી 110 કિમી, પોરબંદરથી 140 કિમી દક્ષિણમાં અને દીવથી 160 કિમી દક્ષિણમાં છે. જ્યારે ગીરસોમનાથ, પોરબંદર, દ્વારકાના કિનારેથી વાયુ પસાર થઈ રહ્યું છે. પોરબંદરમાં સાડા બાર વાગે 70 કિમીની ઝડપથી પવન ફૂંકાયો હતો. તેમજ વાયુ વાવાઝોડું 700 કિમીની ઘેરાવમાં ફેલાયેલું છે.
આ અંગે અમદાવાદ હવામાન વિભાગના ડિરેક્ટર ડૉ. જયંત સરકાર દ્વારા વિશેષ માહિતી આપવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, હવે વાયુ વાવાઝોડું ગુજરાતની બહાર નીકળી જશે, પરંતુ તેની અસર જોવા મળશે. આ ઉપરાંત રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ પવનની ગતિ અનિયંત્રિત છે, જે બે દિવસ સુધી યથાવત રહેશે.