ETV Bharat / state

Rahul Gandhi Gujarat Visit: 1લી મેના રોજ રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત પહેલા પ્રદેશ કોંગ્રેસ સંગઠનની નિમણૂંકો જાહેર કરાશે - ગુજરાત કોંગ્રસ

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક( Gujarat Assembly Election 2022 )આવી રહી છે ત્યારે રાજકીય પક્ષોના રાષ્ટ્રીય નેતાઓના ગુજરાત પ્રવાસ વધી રહ્યાં છે. જેમાં 18 તારીખથી ત્રણ દિવસ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાદ તારીખ 1 મેના રોજ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi Gujarat Visit)ગુજરાત આવશે. દાહોદથી યાત્રાનો પ્રારંભ કરાવશે અને દાહોદમાં રાહુલ ગાંધી સભાને સંબોધન કરશે.

Rahul Gandhi Gujarat Visit: 1લી મેના રોજ રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત પહેલા પ્રદેશ કોંગ્રેસ સંગઠનની નિમણૂંકો જાહેર કરાશે

author img

By

Published : Apr 15, 2022, 10:02 PM IST

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ( Gujarat Assembly Election 2022 )આ વર્ષના અંત સુધીમાં યોજાશે, ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી ગુજરાત આવશે. આગામી 1 મે ના રોજ આદિવાસી વિસ્તારમાં આદિવાસી અધિકાર યાત્રાનું પ્રસ્થાન રાહુલ ગાંધી (Rahul Gandhi Gujarat Visit)કરાવશે અને દાહોદમાં રાહુલ ગાંધી સભાને સંબોધન કરશે. કોંગ્રેસ નેતાઓની(Gujarat Congress) નારાજગી વચ્ચે મોટા સમાચાર પ્રદેશ કોંગ્રેસ સંગઠન પાર્ટ 2 જાહેરાત થશે. તેમજ સંગઠન પાર્ટ 2 માં 182 પ્રધાનો, 10 પ્રવક્તા અને આમંત્રિત સભ્યો હશે. ત્રણ નવા પ્રદેશ કોંગ્રેસ કાર્યકરી પ્રમુખ પણ જાહેર થશે.

રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે - ગુજરાત કોંગ્રેસમાં હાર્દિક પટેલની નારાજગી વચ્ચે નવા ત્રણ કાર્યકારી પ્રમુખ બનશે. કોળી સમાજ , ક્ષત્રીય સમાજ અને દલિત સમાજમાંથી કોંગ્રેસમાં બનશે કાર્યકારી પ્રમુખ. કોંગ્રેસમાં યુવા ચહેરાઓને સ્થાન આપવામાં આવશે. તમામ 182 પ્રધાનોને વિધાનસભા બેઠક દિઠ પ્રભારી બનાવવામાં આવશે. અગાઉ કોંગ્રેસ પક્ષ દ્વારા ઉપ પ્રમુખ અને મહામંત્રીની જાહેરાત કરી હતી. ચૂંટણી નજીક આવતા કોંગ્રેસ સંગઠન કામગીરી પૂર્ણ કરશે. 25 ઉપ પ્રમુખને લોકસભા બેઠક દિઠ પ્રભારી રહેશે. ઉપ પ્રમુખ સાથે મહામંત્રીઓને પણ લોકસભા બેઠક દિઠ ઇન્ચાર્જ બનાવવામાં આવશે. આ ઉપરાત મહામંત્રીઓને શહેર અને જિલ્લા પ્રભાર પણ જાહેર કરાશે. કોંગ્રેસનુ નવું માળખું વોર્ડ પ્રમુખ થી લઇ પ્રદેશ પ્રમુખ સુધીનું રહેશે ગુજરાત કોંગ્રેસના ચાર સહ પ્રભારીઓને ચાર ઝોન જવાબદારી આપવામાં આવશે.

આ પણ વાંચોઃ PM Modi Jamnagar Visit: જામનગરમાં PM મોદીના કાર્યક્રમ માટે ઊભા કરાયા વિશાળ ડોમ, એકસાથે 2,000 લોકો બેસી શકશે

ચૂંટણીને લઈને ગુજરાત પ્રવાસો વધ્યા - ગુજરાત વિધાનસભા ચૂંટણીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના ગુજરાત પ્રવાસોમાં વધારો થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 18 એપ્રિલથી 20 એપ્રિલ સુધી ગુજરાતના પ્રવાસે (PM Modi Gujarat Visit)આવી રહ્યા છે. આગામી ગુજરાત પ્રવાસ થકી તેઓ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું રણશિંગુ ફૂંકશે. ત્યારે ગૃહપ્રધાન અમિત શાહ પણ એપ્રિલ મહિનામાં ગુજરાત પ્રવાસ કરી ચુક્યાં છે.

આ પણ વાંચોઃRahul Gandhi In Dwarka: રાહુલ ગાંધીએ ભાજપને ગણાવ્યું 'કૌરવ', શ્રીકૃષ્ણ-ગાંધીજીનું ઉદાહરણ ટાંકી આપ્યો સત્ય માટે લડવાનો મંત્ર

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.