ETV Bharat / state

Rahul Gandhi: રાહુલ ગાંધી માનહાનિ કેસમાં ગુજરાત હાઈકોર્ટ આવતીકાલે કરશે સુનાવણી - Rahul Gandhi

ગુજરાત હાઈકોર્ટ રાહુલ ગાંધીના માનહાનિ કેસ મામલે આવતી કાલે એટલે કે 29 એપ્રિલે સુનાવણી કરશે. રાહુલ ગાંધીની અરજીને સુરત સેશન્સ કોર્ટે ફગાવી દીધા બાદ તેમણે સુરત નીચલી કોર્ટના આદેશને ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો હતો.

આ પણ વાંચો:
આ પણ વાંચો:
author img

By

Published : Apr 28, 2023, 12:12 PM IST

Updated : Apr 28, 2023, 1:04 PM IST

અમદાવાદ: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર ચાલી રહેલા માનહાનિ કેસમાં સજા પર સ્ટેની અરજી સુરતની સેશન્સ કોર્ટે ફગાવતા રાહુલ ગાંધીએ ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. આ મુદ્દે આવતી કાલે સુનાવણી થશે.

રાહુલ ગાંધી માનહાનિ કેસ મામલે સુનાવણી: રાહુલ ગાંધીએ સુરતની નીચલી કોર્ટે આપેલા ચૂકાદા સામે ગુજરાત હાઇકોર્ટમાં રિવિઝન અરજી દાખલ કરી છે. આ અરજીને પહેલા ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ ગીતા ગોપી સમક્ષ પહોચ્યો હતો પરંતુ ગીતા ગોપી એ "નોટ બીફોર મી" કરી હતી. જેના કારણે આ કેસની સુનાવણી હવે જસ્ટિસ હેમંત પ્રચ્છક કરશે. 29 એપ્રિલે આ સુનાવણી હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચો: Rahul Gandhi: રાહુલની અરજી HCના જસ્ટીસ ગીતા ગોપીએ 'નોટ બિફોર મી' કરી

સુરત સેશન્સ કોર્ટે ફગાવી અરજી: 23 માર્ચે સુરતની કોર્ટે 2019માં રાહુલ ગાંધી દ્વારા મોદી અટકને લઈને કરેલી ટિપ્પણીના કેસમાં ચુકાદો આપ્યો હતો. કોર્ટે તેમને કલમ 504 હેઠળ બે વર્ષની સજા સંભળાવી. જો ક, તેને અમલ માટે કોર્ટ તરફથી થોડા દિવસનો સમય મળ્યો હતો. આ સાથે તેમને તાત્કાલિક જામીન પણ મળી ગયા હતા. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આ આદેશને સુરતની સેશન્સ કોર્ટમાં પડકાર્યો હતો અને દોષિત ઠેરવવા પર સ્ટે મૂકવાની અરજી કરી હતી. સુરતની સેશન્સ કોર્ટે નીચલી કોર્ટના આદેશને યથાવત રાખતાં રાહુલ ગાંધીની અરજી ફગાવી દીધી હતી.

આ પણ વાંચો: Modi surname defamation case: સેશન્સ કોર્ટે અરજી ફગાવતા રાહુલ ગાંધીએ હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા

શું હતો કેસ: 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન કર્ણાટકના કોલારમાં એક રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, 'બધા ચોરોની અટક મોદી કેવી રીતે છે?' જેને લઈને ભાજપના ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ પ્રધાન પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. તેમની ફરિયાદમાં બીજેપી ધારાસભ્યએ આરોપ લગાવ્યો હતો કે રાહુલે 2019માં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે કથિત રીતે કહીને સમગ્ર મોદી સમુદાયને બદનામ કર્યો હતો કે બધા ચોરોની અટક મોદી કેમ છે?

Last Updated : Apr 28, 2023, 1:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.