વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રગાન વંદેમાતરમને પોતાની કલમ દ્વારા નવું સ્વરૂપ આપ્યું છે. જેને જાણીતા સ્વરાકાર ડૉ.બિંદુબેન ત્રિવેદી દ્વારા ઉત્તમ સ્વરાંકનથી સુરમાયી બનાવવામાં આવ્યું છે. અનાવરણના પ્રસંગે અંધજન મંડળના પ્રજ્ઞાચક્ષુ ભાઈ બહેનોએ પોતાના કંઠ અને નૃત્ય દ્વારા આ ગીતને વહેતુ કરીને દિવ્યાંગજનોની દેશભક્તિનો એક ઉત્તમ શૈક્ષણિક પ્રયાસ રજુ કર્યો હતો.
રાષ્ટ્રગાન એ આપણી ગઇકાલ, આજ અને આવતી કાલને જોડતી સુવર્ણ કડી છે. જેના વિશે અંધજન મંડળના એક્સએક્યુટિવે સેક્રેટરી ડો. ભૂષણ પુરાણી જણાવે છે કે, " આ અભિગમ અને પ્રયાસ સમાજના બહોળા વર્ગ સુધી પહોંચાડવાના અમારા ઉદેશ્યના એ ભાગ રૂપે અમો એ આ 'વંદે માતરમ' ગીત યુ ટ્યુબ પર મુકવાનું નક્કી કર્યું છે."