ETV Bharat / state

રાજ્યમાં શિક્ષણ વિભાગ સામે કોંગ્રેસ પક્ષે ઉઠાવ્યા સવાલો - પાઠ્ય પુસ્તક મંડળ

રાજ્યમાં શિક્ષણ વિભાગ સામે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિના પ્રવક્તા મનિષ દોશી દ્વારા કેટલાક સવાલો ઉઠાવવામાં આવ્યા છે. જેમાં ધોરણ 1થી 8નું સાહિત્ય જિલ્લા કક્ષાએથી છપાવી વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાનો પરિપત્ર સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. તેને લઈને મનિષ દોશીએ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.

મનિષ દોશી
મનિષ દોશી
author img

By

Published : Jul 5, 2020, 8:59 PM IST

અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિના પ્રવક્તા દ્વારા સરકાર પર આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા. કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ધોરણ 1થી 8નું સાહિત્ય જિલ્લા કક્ષાએ છપાવી વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાનો પરિપત્ર કર્યો હતો, પરંતુ કોરોના વાઇરસના કારણ સૌથી વધુ શિક્ષકો ભોગ બન્યા છે. આવી આફતમાં કોન્ટ્રાક્ટ આપવાની સરકારની નીતિને અંગે પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કે, સરકાર માટે શાળાના પુસ્તકો કમાણી માટેનું એક સાધન બનાવી દેવામાં આવ્યું છે.

રાજ્યમાં શિક્ષણ વિભાગ સામે કોંગ્રેસ પક્ષે ઉઠાવ્યા સવાલો

સરકારે કોરોના મહામારીમાં જાહેરાત કરી કે, જિલ્લા કક્ષાએ પાઠ્ય પુસ્તક છપાવી વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી દેવામાં આવે, જે પરિપત્ર મે મહિનામાં કરવામાં આવ્યો છે. જો કે, પરિપત્ર થયો ત્યારે સંપૂર્ણ લોકડાઉન હતું. જ્યારે લોકડાઉનમાં ક્યાં પ્રિન્ટીંગ પ્રેસ ચાલુ હતા. સરકાર જે જાહેરાતો કરે છે, એ ગ્રામ્ય વિસ્તાર માટે સૌથી મુશ્કેલી જનક છે.

વિદ્યાર્થીઓ સુધી હજી પાઠ્યપુસ્તક પહોંચ્યા જ નથી. ત્યારે વિદ્યાર્થીઓ ઓનલાઇન અભ્યાસ કેવી રીતે કરે તે એક મોટો સવાલ છે.

-કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી

11 ડિસેમ્બર, 2019ઃ ગાંધીનગર પાઠ્યપુસ્તક મંડળના ગોડાઉનમાંથી ચોરીના મામલામાં 42 લાખના પુસ્તકો ગાયબ થયાની અરજી પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી. જેમાં સમગ્ર મામલે ત્રણ અધિકારીઓ શંકાના દાયરામાં હતા. એવા સમયે કોંગ્રેસમાં ગુજરાત રાજ્યના પ્રદેશ પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ગાંધીનગર પાઠ્યપુસ્તક મંડળ પહેલેથી કૌભાંડો કરતું આવ્યું છે. ગાંધીનગરના સેક્ટર-21 પોલીસ મથકમાં લેખિત અરજી કરાઇ છે. જેમાં 42 લાખની ચોરી થઇ હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, સરકારી શાળાઓને આપવામાં આવતા પુસ્તકો અહીં રાખવામાં આવે છે. તેમજ સેક્ટર-21 પોલીસ સ્ટેશનમાં અરજી આપવા છતાં હજૂ સુધી કોઈ ફરિયાદ થઇ નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.